તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
સચિન વઝેને મળવા એક મહિલા ગઈ હતી - Divya Bhaskar
સચિન વઝેને મળવા એક મહિલા ગઈ હતી
  • મહિલા સચિન વઝે સાથે હોવાના CCTV પણ તપાસ એજન્સી પાસે છે
  • આ ગુજરાતી મહિલાના કનેકશનની તપાસ માટે NIA ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીન ભરેલી કાર મુકવાના કેસમાં મુંબઈ ATS દ્વારા ગુજરાત કનેકશન શોધીને મનસુખ હિરેનની હત્યાના ષડ્યંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મનસુખ હિરેનની હત્યા માટે વપરાયેલા સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા.ત્યારે સચિન વઝેની તપાસ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ હતી. જે ગુજરાતી હોવાની પ્રાથમિક માહિતી તપાસ એજન્સીને મળી હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. મહિલા સચિન વઝે સાથે હોવાના CCTV પણ તપાસ એજન્સી પાસે છે. હવે આ ગુજરાતી મહિલાના કનેકશનની તપાસ માટે NIA ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે.

NIA દ્વારા સચિન વઝેની તપાસ કરવામાં આવી રહી છે
મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયાની બહાર જિલેટીન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાનં કેસમાં પહેલા મહારાષ્ટ્ર ATSને કેટલીક કડીઓ મળી હતી. ત્યારે હવે દેશની ટોચની તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ) તપાસમાં ફ્રન્ટ પર આવી ગઈ છે.મનસુખ હિરેનની હત્યા માટે સચિન વઝે ષડ્યંત્રકારમાં સામેલ હિવાનું સ્થાનિક તપાસ એજન્સીએ શોધી કાઢ્યા બાદ હવે NIA દ્વારા સચિન વઝેની તપાસ કરવામાં આવી રહી છે.

NIAની ટીમ સાથે સચિન વઝે ( ફાઈલ ફોટો)
NIAની ટીમ સાથે સચિન વઝે ( ફાઈલ ફોટો)

સચિન વઝેને એક ગુજરાતી મહિલા સાથે સબંધ હતા
સચિન વઝે સુશાંત ખામકર નામે હોટલ સ્ટે અને અન્ય ગતિવિધિ કરતો હતો. સચિન વઝેને એક ગુજરાતી મહિલા સાથે સબંધ હતા.સચિન વઝેને આ મહિલા સતત સંપર્કમાં હોવાની વિગત પણ તપાસ એજન્સીને સાંપડી છે. જે મિસ્ટ્રી વુમન હવે ક્યાં છે તેનો કોઈ પતો નથી. જેથી હવે આ મિસ્ટ્રી વુમન ગુજરાતી હોવાની માહિતીના આધારે તપાસ એજન્સી ગુજરાત આવવાની તૈયારી કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

સચિન વઝેને મહારાષ્ટ્રનો સાયબર એક્સપર્ટ માનવામાં આવે છે
સચિન વઝેને મહારાષ્ટ્રનો સાયબર એક્સપર્ટ માનવામાં આવે છે. તેણે અનેક મુંબઈના મહત્વના કેસમાં તપાસમાં મદદ કરી હતી. એટલું જ નહીં તેણે પોતાનું આખું નેટવર્ક સામાન્ય રોક હોવા છતાં બનાવી રાખ્યું હતું. તેણે કેટલાક નામચીન લોકોને સાયબર મદદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સચિન વઝે માટે ફાઇવસ્ટાર હોટલમાં 25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે રૂમ બુક હતો ( ફાઈલ ફોટો)
સચિન વઝે માટે ફાઇવસ્ટાર હોટલમાં 25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે રૂમ બુક હતો ( ફાઈલ ફોટો)

વઝે ષડયંત્રના સૂત્રધાર હોવાનો પૂરતા પુરાવા મળ્યા
NIAના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મૂકવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ જ કાર 25 ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. એમાંથી જિલેટીનના 20 રોડ મળ્યા હતા. આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર CCTVમાં દેખાઈ રહી હતી, તે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ(CIU)ની જ હતી અને તેને CIUના પોલીસકર્મચારીઓ જ ચલાવી રહ્યા હતા. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને એને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા હતાં.

પુરાવાનો નાશ કરવા માટે મનસુખની હત્યાની યોજના બનાવી
ATS સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી અને 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો