• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A GST Officer Can No Longer Arrest A Taxpayer At Any Time;​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​frontiest

CBICએ માર્ગદર્શિકા બહાર પાડી:GST અધિકારી હવે કરદાતાની ગમે ત્યારે ધરપકડ નહીં કરી શકે;​​​​​​​ પહેલી ભૂલમાં કંપનીને સમન્સ પાઠવી શકાશે નહીં, ગુનાની માહિતી આપવી પડશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CBICએ માર્ગદર્શિકા બહાર પાડી ધરપકડ પર રોક લગાવી

જીએસટીમાં નિયમિત અને પ્રામાણિક કરદાતાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને સીબીઆઇસીએ ધરપકડ અને સમન્સ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. સીબીઆઇસીએ જણાવ્યું છે કે, કોઇપણ કંપનીની કર અનિયમિતતા અંગે પ્રથમ વખતમાં સમન્સ પાઠવી શકાશે નહીં. તેમ છતાં સમન્સ પાઠવવાનું જ હોય તો તમામ પ્રક્રિયાનો રેકોર્ડ રાખવો પડશે અને સમન્સમાં અપરાધનું વિવરણ આપવું પડશે.

સીબીઆઇસીએ સમન્સ અને ધરપકડના નિયમોને કડક કરતા જણાવ્યું છે કે, કોઇપણ કંપનીના સીએમડી, એમડી, સીઇઓ, સીએફઓને પ્રથમ વખતમાં સમન્સ પાઠવી શકાશે નહીં. રેવન્યુ સંબંધિત નુકસાનની તપાસમાં અધિકારીઓને ગેરરીતિના સ્પષ્ટ સંકેત મળે ત્યારે જ તેઓને બોલાવી શકાશે. સમન્સની તારીખ અને સમયે સમન્સ પાઠવનાર અધિકારીએ હાજર રહેવાનું રહેશે. જો અધિકારી સમન્સ તારીખે હાજર રહી શકે તેમ ન હોય તો સમન્સ જેઓને પાઠવવામાં આવ્યું હોય તેઓને લેખિત, મૌખિક જાણ કરવાની રહેશે.

મહિલાની ધરપકડ માટે મહિલા ઓફિસર રાખવા પડશે
ધરપકડ થાય તે વ્યક્તિને ક્યા કારણોસર ધરપકડ કરાઇ છે? ધરપકડની તારીખ, સમયનો મેમો આપવો પડશે. મહિલાની ધરપકડ માટે મહિલા ઓફિસર રાખવાં પડશે. ધરપકડ થાય તે વ્યક્તિનું મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. દસ્તાવેજો સાથેના ચેડાં, છેતરપિંડી જેવી ગતિવિધિમાં સામેલ લોકોની ધરપકડ કરી શકાશે. પરંતુ ટેકનિકલ મામલામાં ધરપકડ નહીં કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...