તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી સ્ટેડિયમમાં મોદી લહેર:અમદાવાદના ગ્રુપે મોદીનાં ટીશર્ટ પહેરીને અલગ અંદાજે એન્ટ્રી મારી, 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેડિયમનું નામકરણ કરાતાં અમદાવાદનું ગ્રુપ નરેન્દ્ર મોદીનાં ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર કરવા માટે પહોંચ્યું. - Divya Bhaskar
સ્ટેડિયમનું નામકરણ કરાતાં અમદાવાદનું ગ્રુપ નરેન્દ્ર મોદીનાં ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર કરવા માટે પહોંચ્યું.
  • સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતાં મોદીનાં ટીશર્ટ પહેરીને દર્શકો મેચ જોવા પહોંચ્યા
  • આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યા
  • ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચનો આજે પ્રથમ દિવસ છે
  • ભારત સિરીઝમાં 2-1થી આગળ છે, મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતનું જોર

ભારતમાં ક્રિકેટનો એક અલગ જ ક્રેઝ છે. ભારતના ક્રિકેટરસિકો કોઈપણ પ્રકારની ચેમ્પિયનશિપને જોવાનું ચૂકતા નથી. ત્યારે આજે અમદાવાદના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યોજાઈ રહી છે, જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદીઓની સાથે દેશ-વિદેશથી સમર્થકો મેચ જોવા માટે આવી રહ્યા છે. આવા સમયે ભારતની ટીમને ચિયર કરવા માટે દર્શકો અવનવા પોશાકો અને બોડી પેઈન્ટ કરાવીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે. આજે ચોથી મેચના પ્રથમ દિવસે અમદાવાદનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીનાં પ્રિન્ટવાળાં ટીશર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચ્યું હતું.

મોદીના ફોટો પ્રિન્ટ કરાવેલાં ટીશર્ટ બનાવડાવાયાં છે.
મોદીના ફોટો પ્રિન્ટ કરાવેલાં ટીશર્ટ બનાવડાવાયાં છે.

12 લોકોના ગ્રુપે અલગ અંદાજમાં એન્ટ્રી લીધી
અસારવા વિસ્તારમાંથી રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મેચ જોવા પહોંચ્યા હતા. રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે હાલમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે, જેથી તેઓ આજે નરેન્દ્ર મોદીનાં પ્રિન્ટવાળાં ટીશર્ટ પહેરીને આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ જ્યારે આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે તેઓ સરદાર પટેલનાં ટીશર્ટ પહેરીને મેચ જોવા માટે આવતા હતા. આ તમામ લોકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યા હતા અને ત્યાર પછી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ કર્યો હતો.

રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મોદીનાં ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યા.
રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મોદીનાં ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યા.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

ગ્રુપમાં નાનાં બાળકો પણ મોદીનાં ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યાં.
ગ્રુપમાં નાનાં બાળકો પણ મોદીનાં ટીશર્ટ પહેરીને મેચ જોવા પહોંચ્યાં.