તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બુટલેગર પાસેથી 25 હજારની લાંચ લેતાં GRD સભ્ય ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલ પોલીસના કર્મી સામે ફરિયાદ થઈ હતી
  • ધંધો બંધ હોવાથી લાંચ આપી ન શકવાનું કહેતાં ખોટા કેસ કરવાની ધમકી આપી હતી

અગાઉ દેશી દારૂનો ધંધો કરતા યુવાન પાસેથી લાંચ પેટે રૂ. 25000 લેનારા માંડલ પોલીસ સ્ટેશનના જીઆરડી સભ્ય લલિત રામાભાઈ મકવાણાને લાંચ-રુશવત વિરોધી દળ (એસીબી)એ રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતો હતો અને દર મહિને પીએસઆઇને રૂ. 15000 તથા બીટ જમાદારને રૂ. 10000 મળી કુલ રૂ. 25000 આપતો હતો. ગયા મહિને આરોપી જીઆરડી સભ્યે ફરિયાદી પાસેથી લાંચની માગણી કરી હતી.

પરંતુ ફરિયાદીએ ધંધો ચાલતો ન હોવા ઉપરાંત નાના અને નાનીનું મૃત્યુ થયું હોવાનું કારણ આપી રૂપિયા આપી શકવા અસમર્થતા દર્શાવી હતી. ત્યાર બાદ ચારેક દિવસ પહેલાં આરોપી ફરિયાદીને મળ્યો હતો અને રૂ. 25000 આપવાના બાકી હોવાનું કહી ફરીથી માગણી કરી હતી.

ફરિયાદીએ ત્યારે પણ ધંધો બંધ હોવાનું કહી રૂપિયા નહીં આપી શકાય, તેમ કહ્યું હતું. જેને પગલે ફરિયાદીની રિક્ષા પૂરી દેવાની અને દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી. આથી ફરિયાદી રૂપિયા આપવા તૈયાર થયો હતો અને શુક્રવારે આપવાનો વાયદો કર્યો હતો. દરમિયાન એસીબીમાં ફરિયાદ કરતાં ટીમે આરોપીને માંડલના હાજરિયા હનુમાન ચોકડી ખાતેથી લાંચ લેતાં ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...