ઉજવણી:હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા સપ્તમ પોટોત્સવના ચોથા દિવસે થયેલ ભવ્ય ઉજવણી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા પાટોત્સવના ચોથા દિવસની ભવ્યઅતિભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ પ્રાણપ્રતિષ્ઠા સ્થાપના નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે. ભગવાનશ્રીની પ્રતિકૃતિને ખૂબ જ સુંદર ભભકાદાર પરંપરાગત મણિપુરી શૈલી વસ્ત્રોથી શણગારવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને તાજા અને સુંગધીદાર પુષ્પો અને મનોહર રોશનીથી સજાવવામાં આવ્યું હતુ.

ચોથા દિવસની ઉજવણીમાં ભગવાનશ્રીની પ્રસન્નાર્થે ભકતો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવ્યું. ભારતભરના ભક્તોને આખા દિવસ દરમ્યાન યોજાનાર કિર્તન મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું જેમાં ઘણા લોકો પણ જોડાયા હતા. આ ઉત્સવમાં રંગીન પુષ્પોથી સુશોભિત સુંદર ગજ વાહન રથમાં શ્રી શ્રી રાધા માધવને શાનદાર સવારી કરાવવામાં આવી. બધા જ ભક્તો ભગવાનશ્રીને શણગારવામાં આવેલ ઝવેરાતની ઉગતા સૂરજ જેવી તેજસ્વી ચમક જોઈ રોમાંચિત થયા હતા. ભકતો નાચ-ગાન સાથે ઝૂમી ઉઠયા જયારે રથને ખેંચતા પૂર્વે તેની આરતી ઉતારવામાં આવી. ગજ વાહન ઉત્સવ બાદ, હિંડોળાની સેવારૂપે ભગવાનશ્રીને ભવ્ય સુંગધીદાર પુષ્પો થી સુશોભિત હિંડાળોમાં ઝૂલવવામાં આવ્યા. ઉત્સવમાં હાજર દરેક ને ભગવાનને ઝૂલાવવાની તક મળી હતી અને ભગવાનને ઝૂલતા નિહાળવાનો અનેરો સુંદર આનંદ પ્રાપ્ત થતા એવી ઈચ્છા થાય કે ત્યાં જ થોભી જઈએ. ભગવાન નું શુદ્ધ નામ હરે કૃષ્ણ સાંભળીને દરેક જણ અલૌકિક પરમાનંદનો અનુભવ કરતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...