નિર્દોષની હત્યા:અમદાવાદમાં જેલમાં થયેલા ઝઘડાના સમાધાન દરમિયાન મિત્રો વચ્ચે બોલાચાલી, પિતરાઈને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક  ફિરોઝ ખાન પઠાણની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક ફિરોઝ ખાન પઠાણની ફાઈલ તસવીર
  • સાબરમતી જેલમાં મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ અને મોહમદ હુસૈન ઉર્ફે જીનીયા વચ્ચે ઝઘડો થયો હતો
  • જીનીયો ફરાર થઈ જતા બદલો લેવા ફિરોઝખાનની હત્યા કરી
  • મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખની ધરપકડ

અમદાવાદ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. શહેરના દાણીલીમડામાં ફિરોઝ ખાન પઠાણ નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ પિતરાઈ ભાઈના ઝઘડાની અદાવતમા નિર્દોષ યુવકની હત્યા કરવામાં આવી છે. આ મામલે દાણીલીમડા પોલીસે 5 સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખની ધરપકડ કરી છે. જયારે અન્ય બે આરોપી ફારૂખ શેખ અને શબ્બીર શેખની શોધખોળ શરૂ કરી છે.

જીનીયાને મારવા માટે હથિયારો લઈને પહોંચ્યા હતા
દાણીલીમડા પોલીસે પકડેલા મોહમંદ આસિફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખ ઝઘડાની અદાવતમા ફિરોઝ ખાન પઠાણની કરપીણ હત્યા કરી દીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ફિરોઝખાન પઠાણના પિતરાઈ ભાઈ મોહમદ હુસૈન ઉર્ફે જીનીયા અને આરોપી મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થયો કે આરોપી કાંગારૂ પોતાના મિત્રો સાથે જીનીયાને મારવા માટે હથિયારો લઈને પહોંચ્યા. પરંતુ જીનીયો ફરાર થઈ જતા તેઓએ બદલો લેવા ફિરોઝખાન પર હુમલો કરી તેની હત્યા કરી હતી.

પોલીસે મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખની ધરપકડ કરી
પોલીસે મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખની ધરપકડ કરી

જીનીયો અને કાંગારુ પેરોલ પર જેલ બહાર આવ્યા હતા
હત્યા કેસની પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી મોહમદ આસિફ ઉર્ફે કાંગારૂ અને મોહમદ હુસૈન ઉર્ફે જીનીયા બન્ને મિત્રો હતા. અગાઉ મારામારીના કેસમા બન્ને સાબરમતી જેલમા કેદ હતા. થોડા સમય પહેલા જ બન્ને પેરોલ પર ઘરે આવ્યા હતા. રાત્રે બધા મિત્રો મળ્યા ત્યારે કાંગારૂ અને જીનીયા વચ્ચે જેલવાસ દરમ્યાન થયેલા મનદુખની ચર્ચા શરૂ થઈ હતી.

આ ચર્ચા દરમ્યાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાંગારૂ હત્યાના ઈરાદે જીનીયાને મારવા હથિયારો સાથે પાછળ પડ્યો હતો. આ દરમ્યાન મૃતક ફિરોઝખાન છોડાવવા આવતા આરોપીએ જીનીયાના બદલે ફિરોઝની હત્યા કરી દીધી હતી.