તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો, સંતોએ બનાવેલી અવનવી વાનગીઓ અન્નકૂટમાં ધરાવવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રેમ-પ્રકાશનું પર્વ દિવાળીમાં દીપમાળા, રંગોળી, પ્યારા પ્રભુને પ્રસાદીરૂપે ધરેલી પ્રેમપૂર્વક બનાવેલી અવનવી ખાદ્ય વાનગીઓ, મનને હરી લે અને પ્રસન્નતા આપે તેવું કલાત્મક સુશોભન, નાના ભૂલકાઓથી માંડી સૌ સિનિયર ભાઈઓ-બહેનોને ભક્તિ પ્રેમ રસમાં તરબોળ કરી દે છે.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન–શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત: સ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓ સમક્ષ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય - આ 4 પ્રકારના વિવિધ પકવાન અને ફરસાણો ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટ આરોગતા સર્વાવતારી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં ઓનલાઇન દર્શનથી દેશવિદેશના અનેક હરિભક્તો અને ભાવિકો કૃતાર્થ બન્યા હતા.

દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી ઉમટી પડે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન અને બેસતા વર્ષે અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે મંદિરોમાં ઓનલાઇન ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી પૂજન કરીને કરવામાં આવ્યું હતું અને હાલ, કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય તે માટે દેશ - વિદેશમાં વસતા સત્સંગીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. વિશ્વનું એકને માત્ર એક જ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને અબજીબાપાના સર્વોપરી સિદ્ધાંતોને સમજાવતું તેમજ આત્યંતિક કલ્યાણ પમાડનારું ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના દર્શનાર્થે અનેક મોક્ષાભિલાષી મુમુક્ષુઓ આવે છે અને મોક્ષ વાંછિત ફળને પામે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે દિવાળીની ઓનલાઈન શુભેચ્છા પાઠવતા હરિભક્તોને તહેવારો અને આ ઉત્સવ ઉજવણી જીવનમૂલ્યોને અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રાખે છે અને સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નજીક લઈ જઈ જીવન સાર્થક કરે છે તેમ જણાવ્યું હતું.સૌ પૂજનીય સંતોએ પ્રેમપૂર્વક બનાવેલી અવનવી વાનગીઓ દિવાળી અન્નકૂટમાં ધરાવવામાં આવી હતી. ઘનશ્યામ મહાપ્રભુએ આરોગેલી આ વાનગીઓના ઓનલાઇન દર્શન કરી સૌ પ્રસાદરૂપે સ્વીકાર કરી ધન્ય થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો