નવરાત્રી મુદ્દે છેડતી મારામારી:નિકોલમાં ગરબાના આયોજનના ઝઘડાની અદાવતમાં યુવતીની માર મારી છેડતી, પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં છેડતી, દુષ્કર્મ સહિતના બનાવો સતત વધવા માંડ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સોસાયટીમાં નવરાત્રીના આયોજન બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં યુવતીને માર મારી છાતી પર હાથ નાખી ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો.

રવિવારે મિટિંગમાં ન આવવા મુદ્દે બોલાચાલી
નિકોલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન રજનીકાંતભાઈ સોલંકી, દીનાબેન ઘનશ્યામભાઈ શ્રીમાળી, રજનીકાંતભાઈ રાજેશભાઇ સોલંકી વિરુદ્ધ છેડતી, મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે રહે છે. રવિવારે રજાના દિવસે યુવતી અને તેનો પતિ ઘરે હાજર હતા. આ દરમિયાન બપોરના સમયે નવરાત્રીના તહેવારને લઈ યુવતીના પતિ સાથે સોસાયટીમાં અન્ય સભ્યો દ્વારા મિટિંગનું આયોજન કરવાનું હતું. ત્યારે સોસાયટીમાં રહેતા ભાવનાબેન સોલંકી અને દીનાબેન શ્રીમાળીએ તમારે નવરાત્રીના આયોજન બાબતે આવવું નહીં તે નવરાત્રીનું આયોજન અમે કરીશુ તેમ કહી બોલાચાલી કરી હતી.

યુવતી નાસ્તો લેવા જતાં ઝઘડો કરાયો
બાદમાં મોડી સાંજે યુવતીએ પોતાના ભાઈને છોકરા માટે નાસ્તાના પડીકા લેવા બહાર મોકલ્યો હતો. જે થોડીવાર પછી યુવતીને તેના ભાઈનો ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું કે બપોરના ઝઘડાની અદાવત રાખી રજનીકાંતભાઈ સોલંકીએ મને લાફો માર્યો છે. જેથી યુવતીએ આ મામલે પતિને ફોન મારફતે જાણ કરી સોસાયટીના ગેટ પર જઇ આ અંગે કહ્યા બાદ અન્ય લોકો ત્યાં આવી જતાં રજનીકાંતભાઈ સોલંકીએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી છાતી પર હાથ નાખી યુવતીનો ડ્રેસ ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં, દીનાબેન અને ભાવનાબેને રજનીકાંતભાઈનું ઉપરાણું લઈ યુવતી સાથે મારામારી કરી હતી. દરમિયાન યુવતીનો પતિ ત્યાં આવી પહોંચતા તેને અને સોસાયટીના અન્ય લોકોએ વચ્ચે પડી યુવતીને છોડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...