• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Girl From Ahmedabad Hanged Herself Thinking That My Marriage Will Not Happen With Fanfare, The Family Broke Down The Door And Saved Her.

આપઘાતનો પ્રયાસ:મારા લગ્ન ધૂમધામથી નહીં થાય એમ વિચારી અમદાવાદની યુવતીએ ગળાફાંસો ખાધો, પરિવારે દરવાજો તોડી બચાવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં 21 વર્ષીય યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોટી બહેનના લગ્ન બાદ યુવતીને માતા-પિતા તેના લગ્ન ધૂમધામથી નહીં કરાવે એવા માનસિક વિચારો કરવા લાગ્યા હતા. જેથી તેણે આવા વિચારોમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે પરિવારજનોને સમયસર ખબર પડતાં દરવાજો તોડી યુવતીને બચાવી લીધી હતી. યુવતીના કાઉન્સેલિંગ માટે અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ યુવતીની સ્થિતિ સારી ન હોવાથી બોલી શકતી ન હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં તેની મોટી બહેનનાં લગ્ન થયા હતા
મળતી માહિતી મુજબ અભયમ હેલ્પલાઇન 181માં કોલ આવ્યો હતો કે મારી દીકરીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેના કાઉન્સિલિંગ માટે 181ની મદદ માંગી હતી. શાહીબાગ સ્થિત રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચતા જોવા મળ્યુ હતું કે, મેમ્કો વિસ્તારમાં 21 વર્ષીય યુવતી માતા-પિતા સાથે રહે છે. માતા પિતા સમોસાની લારી કરી ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરીમાં તેની મોટી બહેનનાં લગ્ન થયા હતા. યુવતીનો અભ્યાસ ચાલુ હોવાથી પરિવારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દીકરીનાં લગ્ન કરવા નક્કી કર્યુ હતું. દીકરીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હેલ્પલાઇનની ટીમે જોયું ત્યારે યુવતી બેભાન અવસ્થામાં હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

છેલ્લા 4 મહિનાથી માનસિક સ્થિતિ સારી નથી
યુવતીના માતા પિતા એ જણાવ્યું કે છેલ્લા 4 મહિનાથી માનસિક સ્થિતિ સારી નથી. તેથી તેની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલુ છે. દીકરીને સ્વતંત્ર જિંદગી જીવવી છે તેથી આપઘાતનો પ્રયાસ કરતા રૂમમાં દોરી બાંધી ગળેફાંસો ખાધો હતો. પરિવારે ઘરનો દરવાજો તોડી તેનો જીવ બચાવી લીધો હતો. ગળામાં દોરી ફસાઈ ગઈ હતી જેથી દીકરી બોલી શકતી ન હતી. આથી તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ સારવાર અંગે ખસેડવામાં આવી હતી. મોટીબહેનના લગ્ન બાદ તેને થયું કે હું એકલી પડી ગઈ છું. માતા પિતા મારા લગ્ન હવે ધૂમધામથી નહીં કરાવે તેવા વિચારોથી માનસિક સ્થિતિ બગડતાં ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પરિવારનાં સભ્યોએ તાત્કાલિક ઘરનો દરવાજો તોડી દીકરીનો જીવ બચાવ્યો હતો.