ઘાટલોડિયામાં રહેતી 19 વર્ષીય યુવતી નોકરીથી છૂટીને ઘરે પરત જતી હતી, તે દરમિયાન પાર્શ્વનાથ બીઆરટીએસ બસસ્ટોપ પાસે ભુયંગદેવ તરફ જતા વાહને યુવતીને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજતાં ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયાના ગણેશ ફ્લેટમાં રહેતી માયા મેઘવાલ(19) ગુજરાત કોલેજ પાસેની એક કંપનીમાં નોકરી કરે છે. માયા મંગળવારે નોકરીથી છૂટીને ઘરે જતાં પાર્શ્વનાથ બીઆરટીએસ બસસ્ટોપ પાસેથી ભુયંગદેવ તરફ ચાલતા જઈ રહી હતી.
આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલાં અજાણ્યા વાહને માયાને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત માયાને હોસ્પિટલ મોકલી આપી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ માયાને મૃત જાહેર કરી હતી. આ અંગે માયાની માતાએ એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઘટના સ્થળના સીસીવીટ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.