તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેટ ટુ ગેધર:35 વર્ષ જૂના સ્કૂલના મિત્રોનું ગેટ ટુ ગેધર યોજવામાં આવ્યું

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

35 વર્ષ જૂના મિત્રો જેઓ આજથી 35 વર્ષ પહેલા સ્કૂલમાં સાથે ભણતા હતા તેવા શેઠ કેટી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર યોજવામાં આવ્યું હતું. જેમાં કોઈ મુંબઈથી આવ્યું તો કોઈ રાજસ્થાનથી આવ્યા હતા. 70 ટકાથી વધુ મિત્રો અમદાવાદમાં જ રહે છે પરંતુ એક સાથે મળવાનો મોકો તેમને પણ ક્યારેય મળ્યો નહોતો. આ મિત્રો સ્કૂલ છોડ્યા બાદ પહેલીવાર અમદાવાદમાં મળ્યા હતા.

આ અંગે ભાવેશ ઉપાધ્યાયએ કહ્યું કે, અમે સાથે ભણતા એ સમયના 29 મિત્રો પહેલીવાર મળ્યા હતા. જૂની વાતો, સ્કૂલ કેમ્પસ અને એ સમયના શિક્ષકો ફરી યાદ કર્યા હતા. આ દિવસ અમારા માટે ઘણો યાદગાર હતો. જેમાં ફરી આ ઉંમરે પણ વિચારોથી બાળપણ જીવવા મળ્યું. આ પૂરો દિવસ અમે સાથે વિતાવ્યા પછી નક્કી કર્યું છે કે, હવે અવાર નવાર આ રીતે મળતા રહીશું. અમારામાંથી ઘણા મિત્રો એવા પણ હતા કે જેઓ ભલે સ્કૂલમાં ભણવામાં હોંશિયાર નહોતા પરંતુ જીવનમાં આજે સફળ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...