અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:રીક્ષામાં પેસેન્જરને બેસાડીને નજર ચૂકવીને કિંમતી સામાન ચોરી કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જર બેસાડીને અન્ય વ્યક્તિ પેસેન્જર જોડે વાત કરીને ધ્યાન બીજે ભટકાવી પેસેન્જરને કિંમતી સામાનની ચોરી કરાતી હતી. ત્યારબાદ ચોરાયેલા સામાનની સામે તેટલા વજનની જ પાણીની બોટલ સામાનમાં મૂકી દેતી ગેંગ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી છે. 4 આરોપીઓની ધરપકડ કરીને 4.90 લાખ રૂપિયા રોકડ પણ રિકવર કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શબ્બીરહુસૈન,અમનઉલ્લા,રાજેશ સિંધી,અકરમ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 4.90 લાખ રૂપિયા અને રીક્ષા કબ્જે કરી છે. આજથી ચાર મહિના પહેલા 17 લાખ તથા પંદર 1દિવસ પહેલા 8.50 લાખ એક વ્યક્તિના થેલામાંથી નજર ચુકાવી ચોરી કરી હતી. માંડલ અને વાડજ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો છે.

તાજુદીન શેખ નામના આરોપીએ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિની હત્યા માટે સબીરને કામ સોંપ્યું હતું. હત્યા બાદ પોલીસે પ્રેમિકા રૂપલ,ભાઈ ફૈઝુ અને સબીરની ધરપકડ કરી હતી. પરંતુ તાજુદીન શેખ ફરાર હતો, જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો છે.તાજુદીન શેખ નામના આરોપીએ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિની હત્યા માટે સબીરને કામ સોંપ્યું હતું.હત્યા બાદ પોલીસે પ્રેમિકા રૂપલ,ભાઈ ફૈઝુ અને સબીરની ધરપકડ કરી હતી પરંતુ તાજુદીન શેખ ફરાર હતો જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે..

અન્ય સમાચારો પણ છે...