ચોરીનો પર્દાફાશ:ગુજરાત અને રાજસ્થાનના મંદિરોમાં દિવસે દર્શન કરી રાત્રે ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ચોર ટોળકીની તસવીર - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ચોર ટોળકીની તસવીર
  • આરોપીઓએ 10થી વધુ મંદિરમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું
  • પોલીસે 3.44 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત અને રાજસ્થાનમાં 10થી વધુ મંદિરમાં ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ ગેંગ દિવસે દર્શન કરવાના બહાને મંદિરમાં જતી હતી અને રેકી કરીને રાત્રે મંદિરના તાળાં તોડતી હતા. આવી રીતે મદિરામાં છત્ર સહિત લાખોના મુદ્દામાલ ચોરી કરતી આતરરાજ્ય ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી છે. હાલ આ ગેંગ દ્વારા ગુનાની કબૂલાત કરવામાં આવી છે જે આંકડો વધી શકે છે.

રાતના અંધારમાં મંદિરના તાળા તોડી કિંમતી વસ્તુઓ ચોરી કરતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગર કુમાર સોની, ધર્મેન્દ્ર કુમાર રાવ, જગદીશ કુમાવતની 3.44 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ આરીપીઓએ માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનના મંદિરમાં પણ હાથ ફેરો કર્યો છે. આરોપીઓ દિવસ દરમિયાન મદિરમાં દર્શન કરવા જતાં હતાં જ્યારે રાતે મંદિરના દરવાજાના તાળાં તોડીને મંદિરમાંથી છત્ર સહિત કિંમતી વસ્તુઓ ચોરી કરતા હતા.

કાર સાથે આરોપીઓની તસવીર
કાર સાથે આરોપીઓની તસવીર

આરોપીઓ કાર લઈને ચોરી કરવા જતા
​​​​​​​
આરોપી સુરેશ સોની અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કુમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણેય આરોપીઓ આઇ 20 કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આઇ 20 કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.