તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIM-Aમાં કોરોનાનો કહેર:વધુ 9 લોકો પોઝિટિવ આવ્યા, અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 125 થઈ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. 5 એપ્રિલે વધુ 9 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 12 માર્ચથી અત્યાર સુધીમાં પોઝિટિવ આવનારા લોકોનો આંક 125 પર પહોંચ્યો છે. 5 એપ્રિલે વધુ 52 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો, જેમાં 2 લોકોના આરટીપીસીઆર ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. આઇઆઇએમ કેમ્પસમાં કોરોનાના સતત કેસ આવતાં નિયમમાં ફેરફાર કરાયા છે. છતાં કેસ ઘટતા નથી. આઇઆઇએમ કેમ્પસમાં ડોક્ટરોની યોગ્ય સારવાર અને વિદ્યાર્થીનું પૂરતું ધ્યાન અપાઇ રહ્યું છે. આગામી સમયમાં કોરોના ગાઇડલાઇનના અમલને લઇને મેનેજમેન્ટ દ્વારા કડક પગલાં લેવામાં આવી શકે છે.

IIMમાં ચાર દિવસમાં 19 લોકો પોઝિટિવ આવ્યાં
આઇ.આઇ.એમ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ્પસમાં છેલ્લા ચાર દિવસમાં વધુ 19ને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત છેલ્લા ચાર દિવસમાં 247 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. આઇઆઇટી ગાંધીનગરમાં પણ નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં 3 થી 4 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. શરૂઆતમાં પોઝિટિવ આવેલા 25 વિદ્યાર્થીઓમાંથી 20 રિકવર થઈ ચૂક્યા છે. તમામ વિદ્યાર્થીઓનો ઈલાજ કેમ્પસમાં જ કરવામાં આવ્યો છે. નવા આવેલા વિદ્યાર્થીઓની સ્થિતિ પણ સારી છે. આઇઆઇએમ અને આઈઆઈટીમાં પોઝિટિવ કેસો ની સંખ્યા વધતા કેમ્પસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેમ્પસમાં નવા આવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત આરટી પીસીઆર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો