તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:શહેરમાં કોરોનાની રસી માટે વધુ 70 કેન્દ્ર ઉમેરાશે, અમદાવાદમાં 26 લાખને વેક્સિન અપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

18થી 44 વયજૂથના લોકોને પણ વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. હાલ શહેરમાં દિવ્યાંગો અને સુપરસ્પ્રેડર્સ માટે આ વ્યવસ્થા લાગુ કરાઈ છે. એક-બે દિવસમાં સામાન્ય કેટેગરીના 18થી 44 વયજૂથના લોકો માટે પણ તે લાગુ થશે.

હાલ શહેરમાં વેક્સિન માટે 230 જેટલા સેન્ટર્સ નિશ્ચિત કરેલા છે. જેમાં 70 જેટલા વધુ સેન્ટરો ઉમેરવા નિર્ણય કરાયો છે. દરરોજ 40 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટાર્ગેટ બનાવ્યો છે. અમદાવાદમાં હાલ આશરે 26 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે જેમાં 21 લાખ લોકોને પ્રથમ અને 4.5 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...