તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ફળોત્સવ  કરવામાં આવ્યો...

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદ ખાતે આજના પાવન દિવસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભક્તિભાવથી સફરજન, તડબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરી, દાડમ, મોસંબી, સંતરાં, પપૈયું, કેળા વગેરે ફળો - ફળોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ વિવિધ ફળોની કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. શણગાર આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ - ભાવિકોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો

ફળોનો આ ઉત્સવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
જે રીતે અન્નકૂટમાં વાનગીઓ બનાવીને પ્રભુ સમક્ષ કલાત્મક સજાવટ કરી ધરાવવામાં આવે છે, તેવી જ રીતે ભગવાનની અસીમ પ્રસન્નતા માટે ફળોત્સવ કરીને સંતો સેવા કરતા હોય છે. આ વર્ષનું મહત્વ સંતો તથા હરિભક્તોમાં વધારે રહ્યું છે. ભલે વૈશ્વિક મહામારી કોરોના એ લોકોને હંફાવી અને ડરાવી દીધાં છે. પરંતુ પ્રભુના ભક્તો માટે ખાસ વાત એ છે કે આ વર્ષે તેમને સવિશેષ ભક્તિ કરવા મળી છે. પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે. આવા વિકટ પરિસ્થિતિમાં પણ ભકતો ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ તે તે ઉત્સવનો આનંદ ઘરબેઠા માણે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા - માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં. આ ફળોત્સવમાં સ્થાનિક સંતો જ જોડાયા હતા અને કોરોના માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે મંદિરમાં જે રીતે ફળોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનાં ઓનલાઇન દર્શન કરી સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો