500 રૂપિયામાં દોસ્તી ખતમ!:બાપુનગરના પોટલિયામાં નોકરીથી ઘરે જતાં યુવક પર મિત્રએ ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા મોત, પરિવારની રોકકળ

અમદાવાદ25 દિવસ પહેલા
મૃતક વિજય પ્રતાપજી ઠાકોર

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં અનેક વિવિધ ગુનાઓ બની ગયા છે, જેને લીધે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ જોખમાઈ છે. પરંતુ આ સમયે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કડક થવાને બદલે કથળી રહી છે. એમાં હત્યા અને કરોડોની લૂંટના બનાવો પણ સામેલ છે. શહેરમાં હત્યાના બનાવો પણ બને છે, ત્યારે વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો મારીને હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો છે.

મૃતક વિજય પ્રતાપજી ઠાકોર
મૃતક વિજય પ્રતાપજી ઠાકોર

છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર ચંદુલાલની ચાલી પાસે એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા શહેર કોટડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાપુનગરના ભીડભંજન ખાતે રહેતા મૃતક વિજય પ્રતાપજી ઠાકોર નોકરીથી ઘરે પરત આવી રહ્યા હતા.

મૃતકનો પરિવાર સ્થળે દોડી ગયો.
મૃતકનો પરિવાર સ્થળે દોડી ગયો.

રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા
આ દરમિયાન 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્ર સાથે વિજય ઠાકોરની બોલાચાલી થઈ હતી. જેને લઇને મિત્રએ છરીના ઘા મારી વિજય ઠાકોરની હત્યા કરી હતી. જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો છે. ઘટનાને લઇ આસપાસના સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રોડ વચ્ચે જ કરુણ દૃશ્યો સર્જાયાં.
રોડ વચ્ચે જ કરુણ દૃશ્યો સર્જાયાં.

28 દિવસ પહેલા જ જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો
અમદાવાદના જમાલપુરામાં 14/12/2022ના રોજ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો મારીને હત્યા કરવામાં આવી હતી. જે હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ બનાવ સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં કેટલાક શકમંદોની ધરપકડ પણ કરી હતી.

ઘટનાના CCTV
ઘટનાના CCTV

ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા
જમાલપુરની ચકચારી હત્યા કેસમાં પોલીસને કેટલાક શોકિંગ સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં યુવક ટિફિન લઈને રસ્તા પર ચાલતો જતો હતો, તે દરમિયાન એક હુમલાખોર દોડતો દોડતો આવે છે અને તેને આગળ ચાલતા જતા યુવકને તીક્ષ્ણ હથિયારનો ઘા મારે છે. તો બીજા અન્ય સીસીટીવી ફૂટેજમાં હત્યારો યુવકને ઘા કરવા દોડે છે અને પાછો વળી જાય છે... અન્ય સીસીટીવી ફૂટેજમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવક દોડતો દોડતો એક રીક્ષામાં ડ્રાઈવરની પાસે બેસી જાય છે. જોકે, કોઈ કારણસર તે રીક્ષામાંથી ઉતરીને દોડે છે... જ્યારે તેના સારવારમાં ખસેડાયો અને ત્યાં તરફડીયા મારતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
લોકોના ટોળેટોળા ઉમટ્યાં
લોકોના ટોળેટોળા ઉમટ્યાં
અન્ય સમાચારો પણ છે...