ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ કચેરીમાં ચાલતા વાદ-વિવાદનો મામલો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી એસ.ટી નિગમની વડી કચેરી અને નરોડા વર્કશોપમાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે બે ફાટા પડ્યા છે. જેના કારણે અવાર-નવાર નિગમમાં ચાલતો વાદ-વિવાદ અંદરખાને સામે આવતો હોય છે. તેવામાં નરોડા વર્કશોપમાં ફરજ બજાવતા પૂર્વ કર્મચારીએ વડી કચેરીના મુખ્ય હોદ્દા પરના અધિકારીઓની બદલીની ખુશીમાં રાણીપ સ્થિત વડી કચેરી બહાર ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.
રાણીપની મુખ્ય કચેરીથી 7 અધિકારીઓની બદલી
ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે અધિકારી કર્મચારીની નિવૃત્તી કે બદલીના સમયે લોકો તેનું સન્માન કરતા હોય છે. પરંતુ એસ.ટી.નિગમમાં ચાલતા વહીવટમાં બે જૂથ પડી ગયેલા છે. જેના કારણે બન્ને જૂથ સમય આવ્યે બદલાની ભાવના સાથે એકબીજા સામે આરોપ મુકવામાં કોઈ કસર બાકી નથી રાખતા. આ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદની રાણીપ સ્થિત નિવાસસ્થાને કચેરી ખાતે 7 જેટલા મુખ્ય વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેને લઇને ફટાકડા ફોડી એક પૂર્વ કર્મચારીએ ઉજવણી કરી. જોકે દિવ્યભાસ્કરે જ્યારે આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પાસે પણ ફટાકડા કેમ ફૂટ્યા તે અંગેની જાણકારી ન હતી.
પૂર્વ કર્મચારીએ ફટાકડા ફોડ્યા
નરોડા વર્કશોપ ખાતે અગાઉ સ્ટોર મેનેજર તરીકે કામ કરતા અને હાલમાં જ 30 એપ્રિલ, 2022ના રોજ નિવૃત થયેલ એમ.જી નાગોરીએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં એમ.જી નાગોરીએ જણાવ્યું કે, 'જે અધિકારીઓની બદલી થઇ છે. તેઓ નિગમમાં પોતાની મનમાની ચલાવી રહ્યા હતા. તેમને પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું, જે લોકો તેમના કહ્યા કે ઈચ્છા પ્રમાણે કામ ન કરતા તેમને અલગ અલગ પ્રમાણે હેરાન પરેશાન કરવામાં આવતા.
તેમણે વધુમાં કહ્યું, આ અધિકારીઓ અન્ય કર્મચારી અને અધિકારીઓ સામે સામે મેસેજ વાયરલ કરી તેમને ફસાવવાનો પ્રયાસ કરતા અને તેની તપાસ પણ તેઓ પોતે જ કરતા. અધિકારીઓને પૂર્વ અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહેતો હતો. હવે આ અધિકારીઓની બદલી થતા એસ.ટી.નિગમ ખોટ કરતી બંધ થશે અને પ્રગતિ સાધશે. હજુ પણ નિગમમાં એવા કેટલાક અધિકારીઓ છે જેમને વીણીને કાર્યવાહી થવી જોઈએ'.
આ અધિકારીઓની બદલી થઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.