તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Foreign Doctor Who Has Been Attending A Bladder Atrophy Workshop In Ahmedabad Civil For The Last 12 Years Has Donated 80 Oxygen Concentrators.

વતનની વ્હારે:અમદાવાદ સિવિલમાં બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપમાં જોડાતા વિદેશી ડૉક્ટરે 80 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કર્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં રાજ્ય અને દેશની સાથે વિદેશમાંથી પણ ખ્યાતનામ તબીબો સહભાગી બને છે - Divya Bhaskar
બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં રાજ્ય અને દેશની સાથે વિદેશમાંથી પણ ખ્યાતનામ તબીબો સહભાગી બને છે
  • યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને સ્વ ખર્ચે 10 કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા.
  • હાઇ-ટેક કોન્સન્ટ્રેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક ઓક્સિજન જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બનશે :સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ

કોરોનાની બીજી લહેર દેશમાં ઘાતક સાબિત થઈ છે. ખાસ કરીને દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની ખૂબ મોટી અછતનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે દાનનો ધોધ વહાવ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ મદદ માટે હાથ લંબાવ્યો છે. અમેરિકામાં વસતા એક ગુજરાતી ડોક્ટરે ફંડ ભેગુ કરીને અમેરિકાથી કુરિયર મારફતે સિવિલ હોસ્પિટલમાં 80 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલી આપ્યાં છે.

અમેરિકાના ડોક્ટરે કોન્સન્ટ્રેટર માટે ફંડ ભેગુ કર્યું
મૂળ વઢવાણમાં વસતા ખ્યાતનામ તબીબ અસીમ શુક્લા અને પામેલા આર્ટીગસે વિદેશી સંસ્થાના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં કોન્સન્ટ્રેટર આપીને ઓક્સિજન જરૂરિયાત ધરાવતા દર્દીઓને મદદરૂપ બનવા ફંડ એકઠું કર્યું હતું. અસિમ શુક્લાએ કહ્યું કે, કોરોના મહામારીમાં વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો થકી સિવિલ હોસ્પિટલની કામગીરીથી માહિતગાર થયા છીએ. દાન કરેલા 80 કોન્સન્ટ્રેટર પૈકી 32 કોન્સન્ટ્રેટર 10 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત 2200 અમેરિકન ડોલર અને બાકીના 48 કોન્સન્ટ્રેટર 5 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત 48 લાખની કિંમતના કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે.

અંદાજીત 48 લાખની કિંમતના કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા
અંદાજીત 48 લાખની કિંમતના કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા

સ્વ ખર્ચે 10 કોન્સન્ટ્રેટર અમદાવાદ મોકલ્યા
ભારતીય સ્પાઇન સર્જન ડૉ. વિનય જસાણી જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. જેઓએ સિવિલ હોસ્પિટલના પોલીયોગ્રસ્ત બાળકોની સ્પાઇન સર્જરીથી લઇ અન્ય સ્પાઇન સર્જરીમાં સિવિલ હોસ્પિટલ તબીબો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓએ પણ સિવિલ હોસ્પિટલ પ્રત્યેનો ઋણ અદા કરતા યુ.કે. થી 10 લાખના સ્વ ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કર્યું છે. તેઓએ યુ.કે.થી ફ્લાઇટ મારફતે પ્રાયોરીટી બેઇઝ્ડ 10 કોન્સન્ટ્રેટર પોસ્ટ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

યુકેના તબીબે સિવિલ હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યાં
યુકેના તબીબે સિવિલ હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યાં

સિવિલમાં યોજાતા વર્કશોપમાં સહભાગી બને છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી યોજાતા બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં રાજ્ય અને દેશની સાથે વિદેશમાંથી પણ ખ્યાતનામ તબીબો સહભાગી બને છે. દર વર્ષે દેશ – વિદેશના બાળરોગ સર્જરી નિષ્ણાંત તબીબો આ વર્કશોપમાં જોડાય છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોના જ્ઞાનનું આદાન પ્રદાન વૈશ્વિક કક્ષાના તબીબો સાથે થાય છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી જટીલ સર્જરીઓ થકી ઘણી નવિ તકનીકો, જટીલતા શીખીને જાય છે.

અન્ય સમાચારો પણ છે...