તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસામાજિક પ્રવૃત્તિ:અમદાવાદથી ટ્રેનમાં મોકલાયેલો જ્વલનશીલ પદાર્થ ઝડપાયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેડિમેડ કાપડના નામે 1500 કિલોગ્રામ જથ્થો મોકલ્યો હતો
  • અમદાવાદની લોજીસ્ટિક કંપનીએ ટાટાનગર મોકલ્યો હતો

પોરબંદરથી શાલીમાર જતી પાર્સલ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી ટાટાનગર માટે બુક થયેલા 42 કન્સાઈનમેન્ટમાંથી 30 કન્સાઈનમેન્ટમાં તીવ્ર જ્વલનશીલ પદાર્થ સોડિયમ નાઈટ્રેટ મળી આવ્યો છે. ટાટાનગર સ્ટેશનથી પાર્સલના કન્સાઈનમેન્ટ લઈ જતી વખતે જ વિજિલન્સની ટીમે રેડ કરી તપાસ કરતા રેડિમેડના 12 કન્સાઈનમેન્ટ તેમજ બાકીના 30 કન્સાઈનમેન્ટમાં પ્રતિબંધિત સોડિયમ નાઈટ્રેટ મળી આવ્યો હતો. જેના પગલે વિજિલન્સ ટીમની સાથે રેલવે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

આ કન્સાઈનમેન્ટ ટાટાનગર ખાતે 31મીએ વહેલી સવારે પહોંચી ગયું હતું. ત્યારબાદ સવારે લગભગ 9.30 વાગે સ્થાનિય વેન્ડર આ કન્સાઈનમેન્ટ પાર્સલ ઓફિસમાંથી છોડાવી ટ્રોલી પર લઈ જતો હતો ત્યારે જ વિજિલન્સ ટીમે ટ્રોલી અટકાવી તમામ બંડલની તપાસ કરતા 12 બંડલમાંથી રેડિમેડ કાપડ મળી આવ્યું હતું. જ્યારે બાકીના બંડલમાં પાવડર જેવો પદાર્થ જણાતા તેને ખોલી એક્સપર્ટની મદદથી તપાસ કરતા તેમાંથી સોડિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું.

સોડિયમ નાઈટ્રેટ તીવ્ર જ્વલનશીલ પદાર્થ છે
સોડિયમ નાઈટ્રેટ તીવ્ર જ્વલનશીલ પદાર્થ છે તેથી તેનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ થઈ શકે છે. એજ રીતે કેમિકલ ડાઈમાં તેમજ ફૂડ આઈટમને લાંબા સમય સુધી સાચવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પદાર્થ ક્યા હેતુથી મગાવવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...