ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટેક્સટાઇલ એટ એ ગ્લેન્સ’ વિષય પર સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે. ટેક્સટાઇલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકોને રૂથી લઇને તૈયાર કાપડ સુધીની પ્રોસેસ અંગે સમજ આપવા માટે અટીરાના સહયોગથી 5 દિવસનો ફૂલટાઇમ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. આ સમગ્ર કોર્સને એકમે અને પશુપતિ ગ્રૂપ દ્વારા સ્પોન્સર કરાયો છે. અત્યાર સુધીમાં ગુજરાત બહારથી 25થી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રથમ વખત કોઇ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે.
ટેક્સટાઇલ કમિટીના કો ચેરમેન રાહુલ શાહે જણાવ્યું કે, જે લોકો પોતાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સંભાળવા માગે છે તેમના માટે આ કોર્સ ખૂબ ઉપયોગી છે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ ક્ષેત્રના લોકો આ કોર્સ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સમજી શકે છે. આ કોર્સમાં જિનિંગ, સ્પિનિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, હોમ ટેક્સટાઇલ અને ટેકનિક્લ ટેક્સટાઇલ અંગે માહિતી અપાશે. આ કોર્સમાં અટીરાના એક્સપર્ટ તેમ જ ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો લેકચર લેશે. કોર્સ માટેના ક્લાસ 9થી 13 જાન્યુઆરી, 2023 દરમિયાન થશે. આ અંગે જીસીસીઆઇની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.