કચરામાં આગ લાગી:અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડના મુખ્ય બિલ્ડીંગમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગને થોડા સમયમાં કાબૂમાં લઈ લીધી

અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા એસટી બસ સ્ટેન્ડ ના મુખ્ય બિલ્ડીંગમાં ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં આવેલા ડકમાં કચરામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગને થોડા સમયમાં કાબૂમાં લઈ લીધી હતી. એસટી બસ સ્ટેન્ડ ના મુખ્ય મિટિંગમાં અનેક દુકાનો આવેલી છે અને આગ વધુ ન ફેલાય તેના માટે ફાયર બ્રિગેડે તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી એસટી બસ સ્ટેન્ડ માં આગ લાગી હોવાનો મેસેજ ના પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે હાલ આગને કાબુમાં લીધી છે અને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...