તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગનો બનાવ:અમદાવાદમાં નારણપુરા સ્થિત એક કોમ્પ્લેક્સમાં સમોસાની દુકાનમાં શોટસર્કિટ થતાં આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે આઠ લોકોને રેસ્ક્યૂ કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા ત્રણને રેસ્ક્યૂ કર્યા
 • લાઇફ કેર હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાક હોવાથી લોકોમાં ભય ફેલાયો

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર સ્થિત એક કોમ્પલેક્સમાં સમોસાની દુકાનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આગની ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચારો મળ્યાં નથી. ફાયર બ્રિગેડની ટીમે ફસાઈ ગયેલા આઠ લોકોને રેસ્ક્યૂ કર્યાં હતાં. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિંટને લીધે આગ લાગી હતી.

મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ લાગી હતી
મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ લાગી હતી

કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પલેક્સમાં સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો. કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.

એક વૃદ્ધા સહિત 8ને રેસ્ક્યૂ કરાયાં

 • રંજનબહેન શાહ (79 વર્ષ)
 • કિન્નરભાઈ શાહ (56 વર્ષ)
 • દીપિકાબેન શાહ (52 વર્ષ)
 • જૈની શાહ (23 વર્ષ)
 • સુચિતા શાહ (46 વર્ષ)
 • હર્ષિલ શાહ (28 વર્ષ)
 • જૈમિનભાઈ શાહ (52 વર્ષ)
 • બંટીભાઈ (20 વર્ષ)
આંબેડકર હોલમાં રિનોવેશન દરમિયાન વેલ્ડિંગ કરતાં ઊડેલા તણખાથી આગ લાગી હતી.
આંબેડકર હોલમાં રિનોવેશન દરમિયાન વેલ્ડિંગ કરતાં ઊડેલા તણખાથી આગ લાગી હતી.

15 દિવસ પહેલાં સરસપુરના આંબેડકર હોલમાં ભીષણ આગ લાગી હતી
અમદાવાદમાં 15 દિવસ પહેલાં સરસપુરના ડો.બાબાસાહેબ આંબેડકર હોલમાં રિનોવેશન દરમિયાન વેલ્ડિંગ કરતાં જરેલા તણખાથી મોટી આગ લાગતાં લાખોનું નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. લાકડા અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં આગ ફેલાતાં હોલમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા. હોલમાં રિનોવેશનનું કામ કરી રહેલા કારીગરોએ ભાગદોડ મચાવી હતી. 10થી વધુ ફાયર ફાઇટરે ગણતરીના કલાકમાં આગ કાબૂમાં લીધી હતી. હોલમાં રિનોવેશનની કામગીરી દરમિયાન લોખંડનાએંગલ લટકાવવા માટે વેલ્ડિંગ કામ ચાલતું હતું ત્યારે અકસ્માતે વેલ્ડિંગનો તણખો જૂના લાકડાના માળખામાં પડતાં આગ ફાટી નીકળી હતી. એ મિનિટોમાં જ સમગ્ર હોલના માળખામાં પ્રસરી ગઈ હતી. આગમાં મોટા ભાગની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

ફાયર બ્રિગેડે સ્નોરકેલની મદદથી ત્રણેય કારીગરને સહીસલામત નીચે ઉતાર્યા હતા
ફાયર બ્રિગેડે સ્નોરકેલની મદદથી ત્રણેય કારીગરને સહીસલામત નીચે ઉતાર્યા હતા

આંબેડકર હોલમાં ત્રણ કારીગર 15 મિનિટ સુધી ધુમાડા વચ્ચે ફસાયા હતાં
આંબેડકર હોલમાં આગ લાગી તે દરમિયાન ઉપલા માળે ત્રણ કારીગર કામ કરી રહ્યા હતા. ગણતરીની મિનિટોમાં હોલમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં ત્રણેય કારીગર બચવા માટે હોલના ધાબે ચડી ગયા હતા. જો કે, તેઓ ધુમાડાના ગોટા વચ્ચે લગભગ 15 મિનિટ સુધી ફસાઈ ગયા હતા. અંતે ફાયર બ્રિગેડે સ્નોરકેલની મદદથી ત્રણેય કારીગરને સહીસલામત નીચે ઉતાર્યા હતા. ત્રણેયને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો