તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ ફાટી નીકળી:અમદાવાદના ગોધાવી પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, 5 કરોડનું નુકસાન

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધૂમાડાના ગોટાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા - Divya Bhaskar
ધૂમાડાના ગોટાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી ગામમાં બાપા સીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો. જેને પગલે 5 કરોડનું નુકસાન થયું છે. જ્યારે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ઘટનાસ્થળે એકઠા થયેલા આસપાસના લોકો
ઘટનાસ્થળે એકઠા થયેલા આસપાસના લોકો

અમદાવાદમાં વર્ષ 2020-21માં આગની 1600 ઘટના
અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગનાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયા હોવાની ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો
આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો

એક વર્ષમાં આગથી 108 કરોડનું નુકસાન
અમદાવાદ શહેરમાં એક અબજ 8 કરોડ 63 લાખ રૂપિયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે. વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત રૂપિયા બે અબજ, 40 કરોડ, 15 લાખ, 9 હજાર અને 900 રૂપિયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.