આગ લાગતાં લોકોમાં ભય:અમદાવાદમાં લાલદરવાજા પાસે પરફ્યૂમની દુકાનમાં આગ લાગી,ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો

અમદાવાદ20 દિવસ પહેલા
આગ લાગતાં આસપાસના રહિશોમાં ભય ફેલાયો
  • એક સપ્તાહ પહેલાં જ નરોડ- દહેગામ રોડ પર લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી

અમદાવાદના લાલદરવાજા પાસે મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભદ્રકાળી મંદિર પાસે આવેલી પરફ્યૂમની દુકાનમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયબ્રિગેડની ટીમને આગની ઘટનાની જાણ થતાં જ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

બુધવારે રાતે અચાનક આગ લાગવાની ઘટના બની હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભદ્રકાળી મંદિર પાસે બુધવારે રાતે અચાનક આગ લાગવાની ઘટના બની હતી.આ વાતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.આ વિસ્તરમાં આવેલી પરફ્યુમની દુકાનમાં આગ લાગી હતી.બીજી તરફ આગ જ્વાળા ઉપર તરફ જતા આસપાસ રહેતા રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યા બાદ સ્થાનિક લોકોએ હાશકારો મેળવ્યો હતો.

એક સપ્તાહ પહેલાં નરોડા દહેગામ રોડ પર લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી
એક સપ્તાહ પહેલાં નરોડા દહેગામ રોડ પર લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી

નરોડામાં સપ્તાહ પહેલાં લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી
એક સપ્તાહ પહેલાં જ અમદાવાદના નરોડા- દહેગામ રોડ પર આવેલી લાકડાની કેરેટ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ તથા જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. લાકડાની વસ્તુઓના કારણે આગ વધુ ફેલાઈ હતી અને ભારે નુકસાન થયું હતું. હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈને ફરી ન લાગે તેના માટે કુલિંગની કામગીરી શરૂ કરી હતી.