અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર આવેલી કલર અને થીનર બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફેકટરીમાં કલર, સોલ્વન્ટ, થીનર જેવી વસ્તુઓ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ ઘટના બની હતી
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર અક્ષર માર્બલ પાછળ પવન મિનરલ નામની કલર થીનર વગેરે બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
ફેકટરીમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
ફેકટરીમાં આગ કયાં કારણસર લાગી તે જાણવા મળ્યું નથી. ફેકટરીમાં કલર, થિનર, સોલ્વન્ટ, વુડ અને પોલીસ વગેરે હોવાથી ભાગ વધુ ફેલાઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઉપરાંત શહેરના મણીનગર વિસ્તારમાં મણિયાસા સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ઘરમાં રહેલું ફ્રીજ બળીને ખાક થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.