સ્ટોર રૂમમાં આગ:અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આર્મી હોસ્પિટલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓ દોડી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાં હોસ્પિટલમાં સ્ટોર રૂમમાં આગ લાગી હોવાના મેસેજ બાદ ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં હોવાનું ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે. એસી કોમ્પ્રેસરમાં ઓવર હીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...