કર્મચારીઓ દાઝ્યા:અમદાવાદના શાહપુરમાં ઘરઘંટી, ગેસ ગીઝર સહિતના પાર્ટ્સ બનાવતી કારખાનામાં આગ લાગી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડની ટીમે 10 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો

શહેરના શાહપુર વિસ્તારમાં ઘરઘંટી, ગેસ ગીઝર સહિતના પાર્ટ્સ બનાવતી કારખાનામાં મોડી સાંજે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં ચાર લોકો દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે લોકો સામાન્ય દાઝયા છે જ્યારે બે વધુ દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ફાયરબ્રિગેડની ટીમે 10 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ શાહપુરમાં રવિ એસ્ટેટ આઈ બ્લોકમાં 8 નંબરની એચ કે ટેક્સટાઇલ અને કોમલ ઘરઘંટીમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. મોલ્ડિંગ મશીનમાં ઘરઘંટીના પ્લાસ્ટિક પાર્ટ, ગેસ ગીઝરના પાર્ટ, વોટર કુલરના સ્પેર પાર્ટ બનાવતી યુનિટના ડીઝલ ટેન્કમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે વોટર મિસ્ટ સ્પ્રેય કરીને 10 મિનિટમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ચાર વ્યક્તિ દાઝી ગયા હતા. જેમાં પ્રકાશભાઈ (ઉ.વ 53) અને રાજકુમારભાઈ (ઉ.વ 23) વધારે દાઝયા હતા જ્યારે કૈલાશભાઈ વર્મા (ઉ.વ 50) અને દેવુભાઇ (ઉ.વ 44) સામાન્ય દાઝયા હતા. તેઓને ફર્સ્ટ એડ આપી 108માં સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...