તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઓઢવમાં ફર્નિચરની ફેક્ટરીમાં આગ, છ કલાકે કાબૂ મેળવાયો; નરનારાયણ એસ્ટેટના શેડ નંબર 12ની કંપનીમાં આગ લાગી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓઢવની ફર્નિચર કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેજના જવાનોએ અઢી લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો હતો. - Divya Bhaskar
ઓઢવની ફર્નિચર કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેજના જવાનોએ અઢી લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો હતો.
  • લાકડાંને કારણે આગ વધુ ફેલાતાં આસપાસની ફેક્ટરીઓ બંધ કરાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા
  • અઢી લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવાયો, કોઈ જાનહાનિ નહિ

ઓઢવમાં લાકડાનું ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ફાયરબ્રિગેડે અઢી લાખ લિટર પાણીનો મારો ચલાવીને છ કલાકની જહેમતભરી કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઓઢવમાં સોનીની ચાલી પાસે આવેલા પન્ના એસ્ટેટની બાજુના નરનારાયણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શેડનંબર 12માં લાકડાનંુ ફર્નિચર બનાવતી કંપનીમાં સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ એસ્ટેટના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ આગની જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે 12 ગાડી સાથે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે લાકડાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી બાજુ આગ જોવા માટે લોકોનાં ટોળાં વળ્યાં હોવાથી પોલીસે લોકોને સમજાવીનેસમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડે લગભગ 2.5 લાખ લિટરથી પણ વધુ પાણીનો મારો ચાલુ રાખીને 6 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

3 બાજુથી પાણીનો મારો ચલાવી આગ રોકી
આગના પગલે ફાયરબ્રિગેડ, પોલીસે આસપાસની અન્ય ફેકટરીઓ બંધ કરાવી લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દીધા હતા. બીજું આગનો ભોગ બનેલી ફેક્ટરીની આજુબાજુમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી તથા પ્લાસ્ટિકની વસ્તુઓના ગોડાઉન હોવાના કારણે ફાયરબ્રિગેડના જવાનોએ આ ગોડાઉનોની ત્રણેય બાજુએથી પાણીનો મારો કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે આગ એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં પ્રસરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...