AMCની કાર્યવાહી:લોકોની ફરિયાદોને પગલેજાહેરમાં કચરો નાખતાં 259 એકમોને 1.42 લાખનો દંડ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • વેપારીઓ પાસેથી 500થી 10 હજાર દંડ લેવાયો

જાહેર રસ્તા પર ગંદકી કરનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી બહાર ફેકનારા 259 એકમો સામે મ્યુનિ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પગલા લઈ 1.42 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.

ફરિયાદો મળતાં મ્યુનિ.એ 1295 એકમોમાં તપાસ કરીને 259 એકમોને નોટિસ આપી તેમની પાસેથી રૂ. 1.42 લાખનો દંડ લીધો હતો. ઓઢવ રિંગ રોડ પર આવેલા કેશરિયા પેઠવેલને કાપડનું કતરણ જાહેરમાં ફેકવા બદલ 10 હજાર, નિકોલ ચાર રસ્તા પાસેના ફોરચ્યુન પ્લાઝાને કચરો નાખવા બદલ 10 હજાર, વસ્ત્રાપુરના જગદિશ વેજિટેબલ ફ્રૂટ સેન્ટરને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 1500, ગોતા રોડ પર આવેલા માધવ પ્રોવિઝન સ્ટોરને રૂ.1500 અને વસ્ત્રાલ રોડ પર આવેલા પારસ પ્રોવિઝન સ્ટોરને પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ રૂ.500 દંડ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.એ આ એકમોને અગાઉ નોટિસ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...