તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:પગાર મુદ્દે ઝઘડો થતાં શો-રૂમના માલિકની મહિલા કર્મી સાથે મારામારી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસેના અમી એપાર્ટમેન્ટમાં રહેતા તેજલબેન હર્ષદકુમાર પટેલ (ઉં.37) ચાર વર્ષથી એસજી હાઈવે ગુરુદ્વારાની બાજુમાં મોન્યુઅલ બિઝનેસ પાર્કમાં આવેલા રેફ-એરોડ્રેફના શો રૂમમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરે છે. શો રૂમના માલિક રાઘવ અરોરા અને તેમના દીકરા પવન અરોરાની તેજલબહેન તેમજ સહ કર્મચારી રાકેશ ભાવસાર અને વિજય દેસાઈ સાથે પગાર અને કમિશનના મુદ્દે રકઝક થઈ હતી. જોકે વાત વણસતા માલિક પિતા-પુત્રે આ લોકો સાથે મારામારી કરી હતી. આ અંગે તેજલબહેને રાઘવભાઇ અને પવન વિરુદ્ધ વસ્ત્રાપુરમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...