તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકોલમાં હુમલો:મોર્નિંગવૉકમાં નીકળેલા યુવક-યુવતી પર જીવલેણ હુમલો; યુવકે ‘યહાં ક્યૂં ખડે હો પ્રોબ્લેમ હોગી’ કહી ચપ્પુથી હુમલો કર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકને બચાવવા જતા યુવતીના હાથની આંગળીના વેઢાં કપાયાં

વસ્ત્રાલમાં વહેલી સવારે મોર્નિગ વોક કરવા માટે નીકળેલા યુવક અને યુવતી એક સ્થળે ઉભા હતા, ત્યારે ત્યાં આવેલા અજાણ્યા શખ્સે યહાં કયુ ખડે હો પ્રોબ્લેમ હોગી એમ કહીને યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ મામલે યુવતીએ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આરટીઓ રોડ વ્રજભૂમિ કોમ્પલેક્સમાં રહેતી ખુશી દિનેશભાઈ પાલ (ઉ.વ22) તેની ત્રણ બહેનો સાથે મોર્નિગવોક કરવા માટે જાય છે. ગત 1 સપ્ટેમ્બરે સવારના ચાલવા જવા માટે તેણે તેની મિત્રના ભાઈ વીરેન્દ્રસિંહ ઉર્ફે વિરલ વાઘેલાને ફોન કર્યો હતો. ત્યારબાદ વિરલ અને ખુશી તેના બાઈક પર વસ્ત્રાલ થઈ ઓઢવ રીંગરોડ તરફ ચાલવા માટે ગયા હતા. દરમિયાન તેઓ દાસ્તાન સર્કલ પાસેના સર્વિસ રોડ પર ઉભા રહીને વાતો કરી રહ્યા હતા.

આ સમયે અજાણ્યો યુવક મોઢા પર સ્કાર્ફ બાંધીને આવ્યો હતો અને તેમને પૂછ્યું હતું કહાં સે આયે જેથી તેને કહ્યુ કે વસ્ત્રાલથી આવ્યા છીએ. આ સાંભળી અજાણ્યા યુવકે કહ્યું હતું કે, યહાં ક્યંુ ખડે હો કુછ પ્રોબ્લેમ હોગી. જેથી વિરલ અને ખુશીએ ત્યાંથી જવા બાઈક ચાલુ કરી જવા જતા અજાણ્યા યુવાને પોતાની પાસેથી છરી કાઢીને વિરલના પેટના ભાગે એક ઘા મારી દીધો હતો. આ જોઈને ખુશીએ બીજો ઘા મારે તે પહેલા તેનુ ચપ્પુ પકડી લેતા તેને હાથની આંગળીઓના વેઢા કપાઈ ગયા હતા જેથી ગભરાઈને તે રીંગરોડ તરફ નાસવા લાગી હતી જયારે વિરલે પણ ત્યાંથી દોટ મૂકી હતી દરમિયાન અજાણ્યા યુવાને બીજી વખત છરીથી વિરલ પર હુમલો કરી ઈજા પહોચાડી હતી. દરમિયાન રીંગરોડ પર આવીને એક બાઈકચાલકના ફોનથી 108 ને જાણ કરી હતી.ત્યારબાદ બંનેને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...