અમદાવાદના પરિવારનો અકસ્માત:બિહારથી પરત ફરતા અમદાવાદના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત, પતિ અને પત્નીનું મોત

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારથી ફેમિલી ફંક્શનમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરી રહેલા પરિવારની કાર બુધવારે સવારે રાજસ્થાનના ચિત્તોડગઢના ખેડી પુલિયા પાસે કારનો અકસ્માત થયો હતો. જેમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું અને ઈજાગ્રસ્ત 3 બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છુટ્યો હતો.

અમદાવાદ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદનો રહેવાસી શત્રુઘ્ન તિવારી (40) તેની પત્ની સરિતા (35), બે પુત્રી પલક (15), પાયલ (13) અને પુત્ર તેજસ્વી (11) સાથે કારમાં બિહારથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચિત્તોડગઢના નરપતના ખેડી પુલિયા પાસે તેમની કાર આગળ ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ ડોક્ટરે પતિ-પત્નીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાળકોની ગંભીર હાલત જોઈને ઉદયપુર એમબી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.