તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ પકડાયું:વસ્ત્રાલ RTOમાં 17 હજારમાં બનેલું ડમી લાઇસન્સ પકડાયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરજદાર રિન્યુ કરાવવા આવતા જાણ થઈ

2018માં રૂ. 17 હજારમાં કઢાવેલું બોગસ લાઇસન્સ વસ્ત્રાલ એઆરટીઓમાં પકડાયું છે. આવાં ચાર બોગસ લાઇસન્સ પકડી સસ્પેન્ડ કરાયા હોવાનું ઇન્સ્પેક્ટર પી. જી. સોલંકીએ જણાવ્યું હતું.

ઇન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર, એક અરજદાર તેનું લાઇસન્સ રિન્યુ કરાવવા આવ્યો ત્યારે ખબર પડી હતી કે તે બોગસ છે. બોગસ લાઇસન્સ ઓનલાઇન દેખાય છે, પણ તે રિન્યુ થઈ શકતું નથી.

વસ્ત્રાલ સહિત રાજ્યની પાંચ આરટીઓમાં વર્ષ 2018માં 1300 બોગસ લાઇસન્સ પકડાયાં હતાં. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી, જેની પરની તપાસ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી આવાં લાઇસન્સ નીકળી રહ્યાં છે. એવું મનાય છે કે, જૂની કંપનીએ લાઇસન્સમાં મોટા પાયે ગેરરીતિ આચરી હતી, જેથી સરકારે 2010 પહેલાં કઢાવેલા તમામ લાઇસન્સો માટે બેકલોગ સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમને આરટીઓના કર્મચારીઓ ઓપરેટ કરી રહ્યા છે છતાં બેકલોગમાં ગેરરીતિ આચરી ફરી બોગસ લાઇસન્સ કઢાય છે. કેવી રીતે નીકળે છે? તેની તપાસ હજી સુધી થઈ નથી.

બોગસ લાઇસન્સ હજુ પણ નીકળે છે: એજન્ટો
રાજ્યની આરટીઓ કચેરી અને કચેરી બહાર ઘણા સાઇબર માસ્ટરો બોગસ લાઇસન્સ કાઢી આપે છે. આ માટે રૂ. 15 હજારથી 25 હજાર સુધીની રકમ વસૂલાતી હોવાનું એજન્ટો કહે છે. તેમનો દાવો છે કે, અમદાવાદમાં બોગસ લાઇસન્સ કાઢી આપવા માટે ખાસ લોકો સક્રિય છે અને તેમના નામ જાણવા છતાં તેમની સામે કાર્યવાહી થતી નથી. સ્થાનિક કચેરીઓ પણ તેની તપાસમાં કોઈ રસ દાખવતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો