પ્રેમનો કરુણ અંજામ:મારી પ્રેમિકાએ દગો કર્યો છે એવી બુમો પાડી ચિક્કાર દારૂ પીધેલો યુવક કેરોસીન છાંટીને પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પોલીસે યુવકને મેડિકલ ચેકઅપ માટે મોકલ્યો અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પ્રેમ સંબંધ દરમિયાન થતાં ઝગડા ઘણી વખત પોલીસ સુધી પહોંચતા હોય છે. પરંતુ આ વખતે પ્રેમી ચિક્કાર દારૂ પીને શરીર પર કેરોસીન છાટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. આ યુવક જ્યાં પોલીસ ફરિયાદ નોંધે છે તે જગ્યાએ પહોંચીને મને પ્રેમિકાએ દગો આપ્યો છે એવી બુમો પાડવા લાગ્યો હતો. પોલીસે આ યુવકની અટકાયત કરીને તેને મેડિકલ ચેક અપ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે પ્રેમી યુવક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

યુવકની બુમો સાંભળીને પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો
પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરતાં ઈન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસ કર્મીઓ 17મી તારીખે રાત્રે બાર વાગે પોતાની કામગીરીમાં વ્યસ્ત હતાં. મધ્ય રાત્રીનો સમય હોવાથી એક દમ શાંત વાતાવરણ હતું. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં મારી પ્રેમિકાએ મને દગો આપ્યો છે એવી એક યુવકની બુમો સંભળાઈ હતી.આ બુમો સાંભળીને પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.

યુવક પોલીસ સ્ટેશનમાં લથડિયા ખાતો હતો
પોલીસ કર્મીઓએ બહાર નીકળીને જોયું તો એક યુવક લથડિયા ખાતો હતો તેના શરીરમાંથી કેરોસીનની વાસ મારતી હતી. તે કહેતો હતો કે તેની સામે ખોટી ફરિયાદ દાખલ થઈ છે. તેની પ્રેમિકાએ તેને દગો આપ્યો છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે હાલ યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...