સામાન્ય રીતે કોઈપણ મુશ્કેલી સર્જાય ત્યારે તેને મદદ માટે સૌથી નજીકનો વ્યક્તિ દોડી જતો હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે મૂંગા લોકોને પરેશાન કરતા હોય છે. આ બધાની વચ્ચે અમદાવાદ શહેરનો એક પોલીસ કોન્સ્ટેબલ નદીમાં ડૂબી રહેલા સ્ટ્રીટ ડોગને બચાવવા પોતાની જિંદગી પણ દાવ પર લગાવી દીધી હતી. આ કોન્સ્ટેબલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તે પોતે પ્લાસ્ટિકની વસ્તુ પર બેસીને નદીમાં ડૂબી રહેલા ડોગને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે, જેને તે બચાવીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયો છે. આ સમગ્ર વીડિયો જોઈને ઉચ્ચ અધિકારીઓએ પણ તેમને સાચી આપી હતી. જ્યારે સામાન્ય લોકો પણ પોલીસની આ વર્તણૂક જોઈને મોમાં આંગળા નાખી ગયા હતા.
પોતાના જીવની પરવા કર્યા વગર કોન્સ્ટેબલ મદદે દોડ્યા
અમદાવાદ શહેરમાં અનેક એવી ઘટનાઓ બની હતી, જેમાં મૂંગા પશુઓ ઉપર અત્યાચાર થયો હશે. જેની પોલીસ ફરિયાદ પણ થઈ હશે. આ બધાની વચ્ચે એક આંખોને રાહત અપાવતો વીડિયો સામે આવ્યો છે જે વીડિયોમાં નદીમાં ડૂબી રહેલો એક શ્વાનને લોકો જોઈ રહ્યા છે પરંતુ નદીમાં કોણ તેને બચાવશે તે અંગે બધા ચિંતામાં છે, ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટમાં ફરજ બજાવતા યશપાલસિંહ તે સમયે પોતાના જીવની પરવા કર્યા વગર પણ નદીમાં આ શ્વાનને બચાવવા માટે ઉતરી ગયા હતા અને પોતાનો જીવ દાવ પણ લગાવીને આ શ્વાનને બચાવી લીધો હતો.
વોટર એરોડ્રોમ નજીકની ઘટના
યશપાલસિંહ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, એક દિવસ અગાઉ મારી ફરજ રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમ પાસે હતી. બધા સામાન્ય દિવસની જેમ જ હું ત્યાં ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે સીએસએફના જવાનો બૂમો પાડી રહ્યા હતા કે નદીમાં એક સ્વાન ડૂબી રહ્યું છે તે નદીની વચ્ચોવચ હતો. કોઈને તરતા આવડતું ન હતું અને પ્રયાસ કરવો તો કઈ રીતે આ દરમિયાન સ્વયંની તરફ જોતા તે બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પ્લાસ્ટિકની એક વસ્તુ પર હું બેસી ગયો અને આ શ્વાનને બચાવવા માટે નદીમાં ઉતર્યો હતો. સવારની નજર પણ અમારા તરફ પડી ત્યારે તે પણ બચવા માટે ગમે તેમ કરીને આગળ આવી રહ્યો હતો અને અમે તેને બચાવી લીધો છે.સમગ્ર વીડિયો વાઈરલ થઈ ગયો છે અને પોલીસની આમ કામગીરીના માટે લોકો તેને શાબાશી આપી રહ્યા છે, જેને કારણે આ પોલીસ ગરમી યશપાલસિંહને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સારી કામગીરી અંગે વખાણ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.