સિવિલ હોસ્પિટલમાં PG હોસ્ટેલના રૂમમાં આંખ વિભાગમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 5 દિવસ અગાઉ જ ડોકટર અભ્યાસ માટે વડોદરાથી રિ-સફલ થઈને અમદાવાદ ભણવા આવ્યો હતો. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
મૃતકે બીજા રૂમમાં જઈ આપઘાત કરી લીધો
શહેરમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગમાં અભ્યાસ કરતા સચિન ચૌધરી નામના ઇન્ટર્ન ડોક્ટરે બપોરના સમયે રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી છે. FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છેકે, મૃતક 5 દિવસ અગાઉ જ વડોદરાથી રિસફર થઈને અમદાવાદ સિવિલમાં આંખ વિભાગમાં અભ્યાસ માટે આવ્યો હતો. મૃતક અન્ય રૂમમાં રહેતો હતો અને બીજા રૂમમાં તેને પંખે લટકીને આપઘાત કરી દીધો છે. ક્યાં કારણથી આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સ્ટ્રેસને લીધે વર્ષે 5 ડોક્ટરો આપઘાતનો પ્રયાસ કરે છે
ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 5 ડૉક્ટર આત્મહત્યાનો પ્રયાસ કરે છે. દેશના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં કુલ 358 ડૉક્ટરોએ આત્મહત્યા કરી છે. ખાસ કરીને પીજીના વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે સાઈકોલોજીકલ સપોર્ટની ખાસ જરૂર છે. પર્યાપ્ત ઉંઘ અને જમવાનો સમય નિશ્ચિત કરવામાં આવે તો પણ મનોસ્થિતિ સુધરી શકતી હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો અને સિનિયર્સ ડૉક્ટર્સનો પોઝિટિવ સપોર્ટ મળે તો સ્ટ્રેસ દૂર થઈ શકે છે. - ડૉ. અજય ચૌહાણ, અમદાવાદ સરકારી મેન્ટલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.