તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:ઓલ્ડ કલેક્શનમાં થોડાક ટચઅપ સાથે મેળવી શકાય છે ડિફરન્ટ લુક

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘સ્ટોપ શોપિંગ એન્ડ કેર યોરસેલ્ફ’ વર્કશોપ યોજાયો

દિવાળીને લઈને શહેરની મહિલાઓ અંતિમ કલાકોમાં શોપિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ કોરાનાના કેસ વધી રહ્યાં છે ત્યારે સ્ટોપ ધ શોપિંગ એન્ડ કેર યોરસેલ્ફ વર્કશોપ યોજાયો. શારદા સોસાયટી ખાતે યોજાયેલા આ વર્કશોપમાં ઓસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મના ડિઝાઇનર પૂર્વી ત્રિવેદીએ આ સમયમાં પોતાના વોર્ડરોબમાં રહેલા કલેક્શનને મોડિફાય કરીને દિવાળી તેમજ ફેસ્ટિવ સિઝનમાં ઉપયોગમાં લઈ શકાય તે અંગે વાત કરી હતી. તેમાં પોતાના ઓલ્ડ કલેક્શનમાંથી જ કઈ રીતે ડ્રેસ્ડઅપ થવું તેમજ આ સમયમાં સમય અને નાણાનો બચાવ જેવી બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો.

વર્કશોપમાં વાત કરતાં પૂર્વી ત્રિવેદીએ કહ્યું કે, ‘આ એવો સમય છે જેમાં માર્કેટમાં અત્યંત ભીડ હોય છે અને મહિલાઓએ આ સમયમાં પોતાને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે અંગે પણ વિચારવું જોઈએ. દિવાળીના તહેવારને કારણે લોકો છેલ્લી ઘડી સુધી શોપિંગમાં વ્યસ્ત છે પણ આ વખતે જો તેઓ માર્કેટ જવાનું અવોઈડ કરે તો સંક્રમણથી બચી શકે છે. આપણાં વોર્ડરોબમાં એવું કલેક્શન હોય છે જેમાં નોર્મલ ટચઅપ કે નાના ચેન્જ સાથે બ્યુટીફુલ લુક મેળવી શકાય છે. આ મહિલાઓએ લોકડાઉનમાં જૂની વસ્તુઓ એકત્ર કરી ઓલ્ડ ઇઝ ગોલ્ડના ખ્યાલને સાકાર કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો