શિક્ષણ વિભાગની તૈયારી:ગુજરાતમાં 15 ઓગસ્ટ પછી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી ભુપેન્દ્ર - Divya Bhaskar
શિક્ષણમંત્રી ભુપેન્દ્ર
  • 15 જુલાઈએ ધોરણ 12 અને 26 જુલાઈએ ધોરણ 9થી11ના ઓફલાઈન વર્ગો શરૂ થયાં છે.

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં ધોરણ 6થી8ના વર્ગો શરૂ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં 15મી ઓગસ્ટ બાદ ધોરણ 6થી8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવાશે. હવે પછી યોજાનારી કેબિનેટ કક્ષાની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

ભુપેન્દ્રસિંહે સરકારે કરેલા વિકાસકામોની વાત કરી
તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા શાસનના પાંચ વર્ષની સફળતાની ઉજવણી કરવામા આવી છે. આ ઉજવણીના નવ દિવસમાં લક્ષ્યાંક કરતાં વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા 9 દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિક્રમજનક રહ્યો છે. આ 9 દિવસના કાર્યક્રમમાં કુલ 8 હજાર 68 કરોડના કામો કરવામાં આવ્યાં છે.

26 જુલાઈએ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરાયા હતાં
26 જુલાઈએ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરાયા હતાં

વચલો માર્ગ કાઢવા સરકારની વિચારણા
રાજય સરકારે કોરોનાના કેસ ઘટતા ધો. 9 થી કોલેજ સુધીમાં ઓફલાઈન શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પછી ધો. 6થી8માં પણ ઓફલાઈન વર્ગો શરૂ કરવા કોર કમિટીમાં નિર્ણય લેવાનું નકકી થયું હતું. કોર કમિટીની મંગળવારે મળેલી બેઠકમાં આ મુદ્દે મતમતાંતર થતા છેવટે ધો. 6થી8માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય હાલના તબક્કે પડતો મુકયો છે. જો કે,હજુ આ બાબતે કોઇ વચલો માર્ગ કાઢવા કે થોડો સમય રાહ જોવા વિચારણા થઇ રહીં હોવાનું સુત્રોનું કહેવું છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં હાજર મંત્રીઓ,નિષ્ણાંતો વચ્ચે મતમતાંતરો હોવાથી હજુ સુધી કોઇ ઠોસ નિર્ણય લેવાયો નથી.

15 જુલાઈએ ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.
15 જુલાઈએ ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.

ધોરણ 9થી 12ની સ્કૂલો ઓફલાઈન શરૂ થઈ ગઈ
ગુજરાતમાં કોરોના ઓસરતા જ સ્કૂલોમાં ફરીવાર ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. જેમાં 15 જુલાઈથી 50 ટકા વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં. આ દિવસે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ યોજાઈ હતી. તે ઉપરાંત ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો 26 જુલાઈથી શરૂ કરવામાં આવ્યાં હતાં. હવે કોરોના નિયંત્રિત થતાં સરકાર ધોરણ 6થી8ના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...