તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક કરતૂત:​​​​​​​લોકસભાના મહિલા સાંસદ વિશે અભદ્ર ભાષાનો વિડીયો બનાવી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સાયબર સેલ ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સાયબર સેલ ઓફિસની ફાઈલ તસવીર
  • ફેસબુક પર પલાસ પટેલ નામના યુવકના પ્રોફાઈલ પર મહિલા સાંસદ વિરુદ્ધ વીડિયો પોસ્ટ થયો
  • સાંસદે રાજ્ય પોલીસવડા અને પોલીસ કમિશનરને ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે નોંધી ફરિયાદ

લોકસભાના સાંસદ અને NGOના ચેરમેન એવા મહિલાને પલાસ પટેલ નામના ફેસબુક પ્રોફાઈલ ધરાવતા યુવકે સોશિયલ મીડિયામાં મોનિટરીંગ કરી તેમની વિશે અભદ્ર વીડિયો પોસ્ટ કર્યો હતો. રાજકીય રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી ટીકા ટિપ્પણી કરી હતી. આ મામલે તેઓએ રાજય પોલીસવડા અને પોલીસ કમિશનરને રજુઆત કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પીઆઇએ આ મામલે છેડતી અને અન્ય કલમો હેઠળ પલાસ પટેલ નામના ફેસબુકધારક સામે ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમના પીઆઈ બન્યા ફરિયાદી
સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે.કે મોદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે લોકસભાના સાંસદ અને NGOના ચેરમેન એવા મહિલાને પલાસ પટેલ નામના ફેસબુક પ્રોફાઈલ ધરાવતા યુવકે સોશિયલ મીડિયામાં મોનીટરીંગ કરી નારીજાતિ હોવાની જાણ છતાં તેમની વિશે અભદ્ર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમની પ્રતિષ્ઠાને નુકસાન અને બદનામી થાય તેવી ભાષાનો ઉપયોગ કરી ટીકા ટિપ્પણી કરી હતી. જેથી છેડતી અને અન્ય કલમો હેઠળ પલાસ પટેલ નામના ફેસબુકધારક સામે ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરાશે
આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ Divya Bhaskarને જણાવ્યું છે કે, સાંસદ સામે અભદ્ર ભાષાનો વિડીયો હતો. જે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે હાલ તપાસ ચાલી રહી છે.