તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:સોલા સિવિલમાં કોરોનાના દર્દીની માહિતી તેમના સગા-સંબંધીને મળી રહે તે માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હવે સોલા સિવિલમાં સારવાર લેતાં દર્દીની માહિતી સગા-સંબંધીઅો કંટ્રોલ રૂમના ફોન નંબર પર ફોન કરીને મેળવી શકશે. સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કિરણ ગોસ્વામી જણાવે છે કે, હોસ્પિટલના કોરોના વોર્ડ અને આઇસીયુમાં દાખલ દર્દીને કેવી સારવાર અપાય છે?, તેમની સ્થિતિ કેવી છે? તે અંગેની માહિતી મેળવવા સગા દ્વારા પૂછપરછ કરાતી હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને દર્દીના સગા-સંબંધીને ઘરે બેઠાં ફોન પર જ દર્દીની માહિતી મળી રહે તે માટે શનિવારથી હોસ્પિટલના ત્રીજા માળે કોવિડના દર્દી માટેનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.

દર્દીના સગાની ચિંતાને ધ્યાને રાખી નિર્ણય
દર્દીના સગાએ કંટ્રોલ રૂમના 079-27663735 પર ફોન કરવાનો રહેશે, તેમજ દર્દીનું નામ અને કયા વોર્ડમાં દાખલ છે, તેની માહિતી આપવાની રહેશે.સોલા સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.પીનાબેન સોની જણાવે છે કે, હોસ્પિટલમાં દર્દીના સગાને દર્દીની તબિયત અંગેની ચિંતાને ધ્યાનમાં રાખી કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

દર્દી કમિશનરને ફરિયાદ કરી શકશે
કોરોનાના દર્દીની સારવાર માટે મ્યુનિ.એ ડેઝિગ્નેટ કરેલી 106 ખાનગી હોસ્પિટલમાં કોઈપણ દર્દીને કોઈ મુશ્કેલી હોય તો મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી શકશે અને મ્યુનિ. જરૂરી તપાસ કરી કંઈ ખોટું થતું હશે તો કસૂરવાર સામે પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો