તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્ડર:અમદાવાદમાં જાહેર શૌચાલયોની સફાઈ માટે 1.35 કરોડનો કોન્ટ્રાક્ટ અપાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ-ઉત્તર ઝોનના પબ્લિક ટોઈલેટની સફાઈ માટે ટેન્ડર બહાર પડાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં આવેલા પબ્લિક ટોયલેટની સફાઈ માટે કુલ 1.35 કરોડનો કોન્ટ્રાક્ટ અપાશે.

કોર્પોરેશનના સત્તાધીશોની સમયમર્યાદા પૂરી થતી હોવાથી વિવિધ કામોને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી અપાયા છે. જેમાં શુક્રવારે મળેલી આરોગ્ય સમિતિની બેઠકમાં પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં આવેલા પબ્લિક ટોઈલેટની સફાઈનો રૂપિયા 95 લાખનો કોન્ટ્રાક્ટ ટેન્ડર સિસ્ટમથી આપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મગાઈ છે. ઉત્તર ઝોનમાં પણ 40 લાખનો કોન્ટ્રાક્ટ આપવા મંજૂરી મગાઇ છે. દૈનિક આઠ કલાકની કામગીરી સહિત જરૂરી વાહનો તેમજ તકેદારી રાખવાની જોગવાઈ કોન્ટ્રાક્ટમાં સામેલ છે.

ચાર ઝોનમાંથી 18 જાહેર શૌચાલય દૂર કરવા કોર્પોરેટરોએ જ ભલામણ કરી
કોર્પોરેશનના પૂર્વ, દક્ષિણ, મધ્ય, અને પશ્ચિમ ઝોન મળી કુલ ચાર ઝોનમાંથી 18 જાહેર શૌચાલયો દૂર કરવા કોર્પોરેટરની ભલામણથી ખળભળાટ મચી ગયો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ જાહેર શૌચાલય બનાવવા માટે ભાર મૂક્યો હતો અને હવે વગદાર વ્યક્તિઓના લાભાર્થે શૌચાલય દૂર કરવા કોર્પોરેટર દ્વારા ભલામણો કરાઈ રહી હોવાનું મનાય છે. કોરોનાની મહામારીના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ત્રણેક મહિના પછી યોજાશે. બીજી તરફ કોર્પોરેશનના સત્તાધીશોની સમય મર્યાદા ચાલુ મહિને પૂરી થાય છે. જો સરકાર દ્વારા સત્તાધીશોની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે નહીં અને વહીવટદારને મૂકવામાં આવે તો જાહેર શૌચાલય દૂર કરવાની અરજીઓનો નિકાલ થવો અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો