હેરિટેજ:સેપ્ટ યુનિવર્સિટીમાં વારસાની સંભાળ માટે કન્ઝર્વેશન સ્કૂલ શરૂ કરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેરિટેજની ઓળખ માટે વિવિધ અભ્યાસક્રમો શરૂ થશે

સેપ્ટ યુનિવર્સિટીમાં હેરિટેજ સિટીનો અભ્યાસ કરવા માટે કન્સર્વેશન સ્કૂલ શરૂ કરવામાં આવશે. જેમાં યુરોપ, ઇન્ડોનેશિયા, તાઇવાન, દુબઈના હેરિટેજ કલ્ચરની દેખરેખ માટે કામ કરતી અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ અભ્યાસ સાથે જોડાશે. આ સ્કૂલ અંતર્ગત હેરિટેજ વારસાની ઓળખ તેમજ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રવૃતિઓ માટે શહેરીજનો પાસેથી ભંડોળ ઊભું કરવામાં આવશે. સંરક્ષણના કામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી તેની મંજૂરી લેવામાં આવશે.

ટંકશાળની પોળ બની પહેલી પસંદ
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ટંકશાળની પોળ હેરિટેજ વારસાની દેખરેખ તથા અભ્યાસ માટે પહેલી સાઇટ જાહેર થઈ છે. ત્યાંના સ્થાપત્યકળાની ઓળખ કરીને તેની માવજત કરવામાં આવશે. આ હેરિટેજ સાઇટનું રેગ્યુલેટરી બોર્ડ દ્વારા IIA ગ્રેડિંગ કરવામાં આવ્યું છે.

સાઇટ જાન્યુઆરીમાં ઓપન કરાશે
કોરોનાના કારણે આ સાઇટ જાન્યુઆરીમાં પબ્લિકલી ઓપન કરવામાં આવશે. અત્યારે તેના સંરક્ષણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ સાઇટ પર વર્ષ દરમ્યાન કમ્યુનિટી ડેવલપમેન્ટ માટેની પ્રવૃતિઓ કરવામાં આવશે. - જીજ્ઞા દેસાઇ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સેન્ટર ફોર હેરિટેજ કન્સર્વેશન

અન્ય સમાચારો પણ છે...