બે દિવસીય કોન્ફરન્સ:સંવિધાનિક ફરજો નિભાવવા માટે કોરોના વચ્ચે કોન્ફરન્સ બોલાવી છેઃ ઓમ બિરલા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો આજે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પ્રારંભ
  • ગત કોન્ફરન્સમાં થયેલી ચર્ચા અને કમિટી દ્વારા થયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાશે

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બુધવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને સચિવોની બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થશે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને નાઇટ કરફ્યુ તેમજ લગ્ન સમારંભોમાં 100 વ્યક્તિઓની મર્યાદા જેવા પગલાં લેવાઇ રહ્યા છે ત્યારે આ કોન્ફરન્સ યોજવી કેટલી ઉચિત છે તેવા પ્રશ્નના જવાબમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે પણ અમે સંસદના બંને ગૃહો ચલાવ્યા હતા. કોરોના મહામારીમાં અમારી સલામતી અંગે વિચાર્યા વિના સંવિધાનિક ફરજો નિભાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કર્યુ છે.

ઓમ બિરલાએ કહ્યું કે આ વખતે 80મી કોન્ફરન્સ યોજાઇ રહી છે જેનો વિષય સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાપાલિકાના આદર્શનો સમન્વય કરવો એ રાખવામાં આવ્યો છે. આ સંમેલનમાં પ્રિસાઇડીંગ ઓફિસર્સ વર્તમાન સ્થિતિમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય અંગો વચ્ચે સહયોગ તથા સંકલનની જરૂરિયાત અંગે વિચાર કરશે. 26મીએ સમારોહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...