તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદના અમરાઇવાડીમાં ડોક્ટર બનીને કોરોનાના દર્દીની સારવાર કરતો કમ્પાઉન્ડર ઝડપાયો, દર્દીની તબિયત લથડતાં ભાંડો ફૂટ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજના 10 હજાર લેખે સારવારના રૂ.1.50 લાખ પડાવ્યા

કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીને કોરોનાના સ્પેશિયલ ડોક્ટર તરીકે સારવાર કરતાં કંમ્પાઉન્ડર સહિત ત્રણ વ્યક્તિઓની અમરાઈવાડી પોલીસે ધરપકડ કરી છે. ખોખરામાં રહેતા મેઘાબહેન સિરસાટના પતિ વિશાલભાઈ કોરોના પોઝિટિવ આવતાં તેમણે ઘરે સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. જેમાં પાડોશી મારફતે ડોક્ટર નરેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો હતો.

ડોક્ટરની સાથે રીનાબેન નામની યુવતી તથા એક યુવક પણ આવતો હતો. જોકે 15 દિવસ સુધી સારવાર કરાવ્યા છતાં તબિયત બગડતી જતી હતી. આ સંજોગોમાં સગાસબંધીઓને જાણ થતા તેમણે ડોક્ટર હોવાના પુરાવા માગતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. આથી મેઘાબહેન, નરેન્દ્ર પંડ્યા રિના નામની યુવતી અને સોહિલ શેખને લઈ અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, નરેન્દ્ર પંડ્યા ડોક્ટર નથી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં કંમ્પાઉન્ડર છે તેની સાથે રીના નર્સ તરીકે કામ કરે છે. જ્યારે સોહિલ કોઈ તબીબી ડિગ્રી ધરાવતો નથી.

અન્ય સમાચારો પણ છે...