જુહાપુરામાં 15 વર્ષના સગીર ભાણેજને કચરો ઠાલવવાની છોટા હાથી ગાડી ચલાવવા આપનારા ડ્રાઇવર વિરુદ્ધ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વ્હિકલ એક્ટ કલમ 199 (એ) હેઠળ ગુનો નોંધી વાહન કબજે જપ્ત કર્યું છે. કોઇકે વીિડયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકતાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.કે.જાડેજાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોન્ટ્રાક પર છોટા હાથી ગાડીના ડ્રાઇવર તરીકે 26 વર્ષીય લલિત સંગારા નોકરી કરે છે અને તે વેસ્ટ ઝોનમાંથી કચરો ભેગો કરી વાસણા ડેમ પાસે ખાલી કરવાનું કામ કરે છે.
લલિત સંગારા કચરાની ગાડી બાજુમાં મૂકી હતી. ત્યારે તેેમનો 15 વર્ષનો ભાણિયો જમવાનું આપવા આવ્યો હતો. તેઓ જમી રહ્યા હતા એ વખતે ભાણિયાએ છોટા હાથી ગાડી ચલાવી હતી. જેનો કોઇએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સગીરને વાહન ચલાવવા આપવા બદલ લલિત સંગારા સામે ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.