• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Complaint Was Lodged At The Airport Police Station In Which The Wife Was Kicked Out Of The House In The Dowry Case; Allegedly Seeking Dowry For 14 Years

વિવાદ:દહેજના મામલે પત્નીને ઘર બહાર કાઢી મૂકતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; 14 વર્ષથી દહેજ માગતા હોવાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સરદારનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ચાર સાસરિયાં વિરુદ્ધ દહેજ મામલે માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સરદારનગરમાં રહેતી 34 વર્ષીય યુવતીના 14 વર્ષ પહેલાં સમાજના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન થયાના એક વર્ષ સુધી યુવતીને તેના પતિ અને સાસરિયાંએ સારી રીતે રાખ્યા બાદ તેને નાની નાની બાબતોમાં પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. સાસુ-સસરા તેને ‘તારા ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી’ તેમ કહીને મેણાંટોણાં મારી હેરાન કરી તારા રૂપિયા માગી ગાળો બોલતા હતા. આ બાબતે પતિ પણ તેના માતા-પિતાનું ઉપરાણું લઈને પત્નીને માર મારતો હતો. પરિણીતા પિયર જાય ત્યારે તેનાં માતા-પિતાને વાત કરતા તેઓ સમજાવીને સાસરિયે પાછી મૂકી જતા હતા. દરમિયાન પરિણીતાની નણંદ પણ જ્યારે તેના ઘરે આવે ત્યારે પરિણીતાને ‘ઘરેથી દાગીના કે રૂપિયા લાવી નથી’ તેમ કહીને પરિણીતાના પતિને ચઢામણી કરીને કહેતી કે, ‘ભાભીને ઘરમાંથી કાઢી મૂકો.’

આ દરમિયાન એક દિવસ પરિણીતાને તેના પતિએ સાસુ-સસરા અને નણંદની ચઢામણીથી મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકતા તે પિયર ગઈ હતી અને પતિ સાસુ-સસરા અને નણંદ સામે દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...