મકરબામાં રહેતા અફજલખાન પઠાણ પાસેના પાન પાર્લર ખાતે ગયા હતા. તે વખતે તેમણે તેમના માસા અનવરખાન પાસે તેમનું બાઈક ચલાવવા માટે માગ્યુ હતુ. જો કે માસાએ બાઈક આપવાની ના પાડતા ઝઘડો થયો હતો.
છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા
જેથી માસાના બે દીકરા બાબાખાન પઠાણ અને હૈદરખાન પઠાણે ઝઘડો કેમ કર્યો હતોને અફજલખાનને જાનથી છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા હતા,જ્યારે અનવરખાન પઠાણે તેની ફરીયાદમાં રજુઆત કરી છે કે, તે પોતાના પાન પાર્લર પર હતો ત્યારે અફજલખાન અગાઉના ઝઘડાની અદાવત રાખી અનવરખાન પર છરી વડે હુમલો કરીને એક ઘા મારી દીધો હતો. તેમનો દિકરો હેદરખાન તેમને બચાવવા આવતા તેની સાથે પણ મારઝુડ કરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી
આંબાવાડીમાં રહેતા તેજાભાઈ મોતિભાઈ મકવાણા (ઉં. 63)એ રામભાઈ ભરવાડ (મકરબાવાળા), વિનોદ રબારી અને યોગેશ પટેલ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તેમના ઘરની પાછળ જ એક જમીન આવેલી છે. તે જમીન ઉપર આ ત્રણેય જણાએ જબરજસ્તીથી પ્રવેશ કરી તેજાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાબતે તેજાભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં તેજાભાઈ તેમના ધાબા ઉપર ચાલી રહ્યા હતા ત્યારે વિનોદ રબારીએ તેમને ધમકી આપી હતી કે પોલીસમાં કેમ ફરિયાદ કરે છે? તેમ કહી તેજાભાઈને તેમની જ જગ્યા ઉપર જતા રોકતા હોવાથી તેજાભાઈ એ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.