રવિવારે રિવરફ્રન્ટના પૂર્વ છેડે જમાલપુરથી દાણીલીમડા જઈ રહેલા બાળકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાયું હતું. દોરીનો લાંબો ઘસરકો બાળકના ચહેરા અને ગળા ઉપર જોવા મળ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ચાઈનીઝ દોરીનું મોટાપાયે વેચાણ થાય છે. સરદારનગર અને કુબરનગરમાં આ પ્રકારની દોરી સૌથી વધુ વેચાય છે.
તાજેતરમાં જ પોલીસે સરખેજમાં ચાઈનીઝ દોરીનું એક ગોડાઉન દરોડો પાડી 2500થી વધુ રીલ કબજે કર્યા હતા. આ ગોડાઉનનો માલિક અગાઉ પણ ઈસનપુરમાં ચાઈનીઝ દોરીની ડિલિવરી કરવા જતાં ઝડપાઈ ગયો હતો. દર વર્ષે ઉત્તરાયણ સમયે શહેરમાં અનેક લોકો ચાઈનીઝ દોરીથી ગંભીર રીતે ઈજા પામતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.