તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ સુરક્ષા:અમદાવાદમાં બાળ લગ્નનો જમણવાર થયો, મહિલા હેલ્પલાઇનની ટીમ સમયસર પહોંચી જતા લગ્ન અટક્યા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પાંચ બહેનોમાં સૌથી મોટી 15 વર્ષની બાળકીના લગ્ન થવા જઈ રહ્યા હતા

બાળ લગ્ન કરાવવાએ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં હજી અમદાવાદ જેવા વિકસિત શહેરમાં બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નાની ઉંમરની બાળકીના લગ્ન થઈ રહ્યા હોવાની જાણ મહિલા હેલ્પ લાઈન 181ની ટીમને થતા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. બાળકીના માતાપિતાને પુછપરછ કરતા ઉંમરના કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. બાળકીએ પોતાની ઉંમર 15 વર્ષીય હોવાનું જણાવ્યું હતું. બાળલગ્ન કરાવવાએ ગુનો હોવાની માતા-પિતાને સમજ આપીને પોલીસ સ્ટેશન સોંપ્યા હતા તેમજ સમાજ સુરક્ષા અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

લગ્ન મંડપમાં જાન આવી ગઈ હતી
મહિલા હેલ્પ લાઈન 181માં એક ફોન આવ્યો હતો કે પૂર્વ વિસ્તારમાં નાની ઉંમરની બાળકીના લગ્ન થઈ થયા છે. હાલ લગ્નની વિધિ ચાલે છે. જેથી શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનની 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. લગ્ન મંડપમાં જાન આવી ગઈ હતી અને જમણવાર પૂરો પણ થઈ ગયો હતો. હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલરે લગ્ન મંડપમાં બાળકીના પિતા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે બાળકીને મંડપમાં લાવવાનો સમય નજીક આવી ગયો છે. તેઓએ ઓનલાઇન લગ્નની નોંધણી પણ કરાવી છે. વર-કન્યાના ઉંમરના પુરાવા માગતા તેઓ પાસે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું.

બે વર્ષ પહેલાં બાળકીની મરજીથી સગાઈ થઈ હતી
બાળકીની પૂછપરછ કરતા તેની ઉંમર 15 વર્ષ હોવાની જાણ કરી હતી. પાંચ બહેનોમાંથી પોતે સૌથી મોટી છે અને બે વર્ષ પહેલાં તેની મરજીથી સગાઈ થઈ હતી. બાળકીની ઉંમર 18 વર્ષની ન હોવાથી તેના માતા- પિતાને બાળલગ્નના કાયદાની માહિતી આપીને સામાજીક રીતે થતાં કુરીવાજોમાં આ બાળલગ્ન તેમની દિકરી માટે નુકસાનકારક છે તેવી માહિતી આપીને બાળકી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન સોંપ્યા હતા તેમજ સમાજ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...